મંકીપોક્સથી ભારતમાં પહેલું મોત થયું, આ લક્ષણ દેખાય તો સાવધાન રહો

PC: cidrap.umn.edu

મંકીપોક્સને કારણે ભારતમાં પહેલું મોત થયાના સમાચારે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. UAEથી યાત્રા કરીને કેરળ પરત ફરેલા યુવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો,જયાં તેનું મોત થયું હતું. જો કે આરોગ્યના જાણકારોનું કહેવું છે કે મંકીપોક્સ કોરાનાની જેમ જીવલેણ નથી એટલે ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જોઇએ.

કેરળના થ્રિસુરમાં મંકીપોક્સના શંકાસ્પદ યુવકના મોત મામલે ડરામણી હકીકતો સામે આવી છે. યુવકના મોત બાદ તેનો તપાસ રિપોર્ટ બહાર આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ છે. ત્યાર બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

શનિવારે કેરળના ત્રિશૂરમાં એક 22 વર્ષના યુવાનનું મોતથયું હતું. મૃતકમાં મંકીપોક્સના લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું અને તે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાતની મુસાફરી કરીને ભારત પરત ફર્યો હતો.

ભારત આવતા પહેલા યુવકનું UAEમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. તેને મંકીપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી. યુવક 22 જુલાઈએ ભારત પહોંચ્યો હતો અને 27 જુલાઈએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો શનિવારે યુવકના મોત બાદ તેના પરિવારજનોએ UAEમાં કરાયેલી તપાસનો રિપોર્ટ હોસ્પિટલને સુપરત કર્યો હતો, જેના પછી વિભાગ ચોંકી ગયો હતો. ત્યાર બાદ ફરી યુવકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

VEENA GORGE

કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે 21 જુલાઈએ UAEથી પરત ફર્યા બાદ યુવકને હોસ્પિટલમાં  દાખલ કરવામાં વિલંબ પાછળનું કારણ શું હતું તેની તપાસ કરવામાં આવશે.

શિક્ષણ અને આરોગ્ય સ્થાયી સમિતિના સભ્ય રેન્જિનીએ જણાવ્યું હતું કે મૃતક પરિવારના સભ્યો અને કેટલાક મિત્રો સહિત 10 લોકોના સીધા સંપર્કમાં હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 20 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ વાત નથી. દરમિયાન, પુનયુર ગ્રામ પંચાયતના સભ્યોએ મંકીપોક્સથી સંક્રમિત યુવકના મૃત્યુ પછી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) અનુસાર, મંકીપોક્સના લક્ષણો 6 થી 13 દિવસમાં દેખાવા લાગે છે. જોકે કેટલીકવાર તેમાં 5 થી 21 દિવસનો સમય લાગી શકે છે. જો ચેપ લાગે છે, તો આગામી 5 દિવસમાં તાવ, માથાનો દુખાવો, થાક અને પીઠનો દુખાવો જેવા લક્ષણો દેખાય છે. તાવના ત્રણ દિવસમાં ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. મંકીપોક્સ ભલે કોરોનાની જેમ ફેલાઈ રહ્યો હોય પરંતુ તે કોવિડ જેટલો જીવલેણ નથી. જો તમને મંકીપોક્સના લક્ષણો દેખાય તો ગભરાશો નહીં. લક્ષણો પરથી મંકીપોક્સની સ્થિતિ સમજો અને સારવાર લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp