ઘણા બધા રોગોનો રામબાણ ઈલાજ એટલે આદું

PC: herbalremediesadvice.org

આદું કુકીંગ માટેનું મુખ્ય ઈન્ગ્રીડીયન્ટ છે. આ ખાસ કરીને એશિયન અને ભારતીય કુકીંગમાં વધુ વાપરવામાં આવે છે. આ સિવાય આદુંનો ઉપયોગ વર્ષો પહેલાથી દવાઓ બનાવવામાં પણ કરતા આવ્યા છે. આદુંના ઘણા બધા ફાયદાઓ છે. જેવાં કે, હાડકાંની મજબૂતી વધારે, શરીરના ઈમ્યુનીટી સિસ્ટમ વધારે, પાચનક્રિયામાં મદદ કરે અને શરીરમાં રહેલો વધારાનો ગેસ કાઢવામાં પણ મદદ કરે છે. આદુંનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. જેમ કે, ફ્રેશ આદું શરબત, ચા અને વિવિધ વાનગીઓમાં વપરાય છે, જ્યારે ડ્રાય આદું જેને આપણે સૂંઠ તરીકે ઓળખીએ તેને પણ ઘણી બધી વાનગીઓમાં વાપરવામાં આવે છે. તો ચોલો આજથી જ આદુને તમારા રોજિંદા જીવનમાં વાપરવા માંડો.

  1. ડાઈજેસ્ટીવ સિસ્ટમ સુધારવામાં મદદ કરે- તમે જ્યારે શાળાએથી બિમાર થઈને પાછા આવો તો તમારી માતા તમને આદુંનો ટુકડો ખાવા આપે છે અથવા આદું નાખેલી કોઈ પણ વસ્તુ ખાવા માટે આપે છે. આદું એન્ટી-ઈન્ફ્લેમેટરીલ છે અન પેટમાં થઈ રહેલી ગડબડને બંધ કરવા અને પેટના દુખાવાને બંધ કરવામાં મદદ કરે છે. જો તમે ફ્રેશ આદું સ્મુધીમાં અથવા ખાવામાં ઉપયોગ કરતા હોવ, તો તમારે ક્યારેય હેરાન થવાનું આવશે નહીં.
  2. બોડીને ડીટોક્સીફાઈ કરવામાં મદદ કરે- આદું તમારી બોડીને પૂરતા પ્રમાણમાં જરૂરી વિટામીન અને પોષક તત્વો પૂરા પાડે છે. તમારા રોજિંદા જીવનમાં જીંજર ડીટોક્સ સ્મૂધી પીવાથી તમને ઘણા રોગોને પોતાનાથી દૂર રાખી શકશો.
  3. ઊલટીમાં રાહત આપે- ઘણા લોકોને મોશન સીકનેસ એટલે કે ટ્રાવેલિંગ વખતે ઊલટી થતી હોવાની ભ્રમણા હોય છે. જો તમને આવું થતું હોય તો મુસાફરી શરૂ કરવાની સાથે જ આદુંનો ટુકડો ખાઈ લેવો જોઈએ અથવા આદુંની કોઈ પણ પ્રકારની ચોકલેટ ખાવાથી તમને તેમાં ઘણી રાહત થશે. 
  4. પરીયડ વખતના દુખાવામાં રાહત આપે- મહિનાના ચાર દિવસ ઘણી મહિલાઓ માટે દુખદાયક હોય છે. પરીયડમાં આવાને લીધે પેટનો દુખાવો, સ્નાયુઓ ખેંચાઈ જવા જેવી મુશ્કેલીઓ સામે આદું ઘણી રાહત આપે છે. આ સિવાય જો તમે જીમમાં વર્કઆઉટ કરતા હો તો વર્કઆઉટ બાદ જીંજર કીઓના સલાડ ખાવું જોઈએ.
  5. ગળામાં કાકડા ફૂલી ગયા હોય અથવા ખાંસીને લીધે ગળું દુખતું હોય તો તેના ઈલાજમાં આદું ખાવાથી ગળાનો દુખાવો એકદમ મટી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp