અનેકતામાં એકતા : થીમ બેઝ મહેંદીનો વધી રહેલો ક્રેઝ

PC: khabarchhe.com

મહેંદીની પ્રથા તો ભારતીય સંસ્કૃતિ માટે શુભ પ્રસંગોનું નવલુ નજરાણું બની ગયું છે. હિન્દી ફિલ્મોનાં ગીતોથી લઈ ગુજરાતી ભાષાનાં લોક ગીતો અને લગ્ન ગીતોમાં પણ મહેંદીને વણી લેવામાં આવેલી છે. હવે થીમ બેઝ મહેંદી પાડવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

મહેંદી એક પરંપરાગત હર્બલ ઔષધ તરીકે પણ પ્રખ્યાત છે. લગ્નગાળામાં મેંદીની વિવિધ શૈલી, ડીઝાઈન નવીનતા આણે છે. દુલ્હનનાં હાથમાં મારવાડી, એરેબિક ને સાથે રીપાલીસ્ટીક મેંદીની ડિઝાઈનની ડીમાન્ડ વધી છે. મહેંદીમાં હવે લોકો લગ્નની વિધિને પણ કલાત્મક રીતે હાથ પર બનાવતા થઈ ગયા છે.

આવતીકાલે સ્વતંત્રતા પર્વ છે. આ પર્વ પર એક મુસ્લિમ મહેંદી બનાવનાર મહિલા નામે રૂબીના મુલ્તાનીએ દેશની એકતા અને અખંડિતા ઉપરાંત બેટી બચાવો, બેટી પઢાવોની થીમ પર પણ મહેંદી પાડી નવી દિશા ઉધાડી છે. વર્ષોથી મહેંદી ક્લાસિસ ચલાવતા રૂબીના મુલ્તાની દ્વારા થીમ બેઝ મહેંદી પડાવવા માટે અનેક મહિલાઓ અને યુવતીઓ તેમની પાસે આવે છે.

મહેંદી તો દુલ્હનનાં ડ્રેસની ડિઝાઈન, રંગની સાથે પણ મેચ થતી બનાવવામાં આવે છે. શુકનની હળદર, લગ્નનાં ફેરા, વરમાળા, સિંદુર પુરવાની વિધિ, આવા વિવિધ પ્રસંગો મેંદીમાં ફ્રીહેન્ડ સ્મૃતિ ચિત્રો સ્ટાઈલીશ રીતે બનાવવામાં આવે છે. જે દોરવા ખૂબ જ અઘરા હોય છે.

ખાસ વાત એ છે કે મહેંદીના કલાકાર માટે ‘‘સ્કેચીંગ’’ બનાવતા આવડવું એ પહેલી શરત છે. થોડો હાથ ભરેલો, થોડો હાથ ખાલી હોય તેવી ‘‘દુબઈ પેટર્ન’’ પણ લોકોને ગમે છે. થીમવર્કની મહેંદીમાં દુલ્હા દુલ્હનમાં દુલ્હનનાં લગ્નનાં વસ્ત્રો મુજબ મહેંદીનાં રંગો કરવામાં આવે છે.

હાથો પર ગુલાબી, મરુન, લાલ રંગ મહેંદીમાં લેવાય છે. એક હાથમાં જાન જતી તો બીજા હાથમાં જાન આવતી હોય તેવી પણ મહેંદી ચીતરાય છે. સેમી બ્રાઈડલ ફ્રંકસન માટે દુબઈ પેટન જાણીતી છે. રોયલ લુક માટે મહેંદીમાં જરદોશી અને કુંદનવર્ક પણ કરવામાં આવે છે. આમ મહેદીને અનેક પ્રકારમાં ઢાળવાની ફેશન ચાલી રહી છે.

કેટલીક મહિલાઓ તો  પગના તળીયાથી લઈ ઘૂંટણ સુધ પણ ચોક્કસ ડિઝાઈન સાથે ફ્લાવર્સની ડીઝાઈન કરે છે. લગ્નનો માહોલનો રંગ મહેંદીના રંગે રંગાય છે. થીમ મહેંદીનાં નવા પ્રયોગો લોકોને આકર્ષે છે. ઘણા લોકો બેક પર ગળા પર, છાતી પર, ડુંટી પર પણ મહેંદી કરાવે છે. લગ્નનાં પ્રસંગને અલગ રીતે મનાવવાની સ્ટાઈલ લોકોને ગમે છે એટલે જ હંમેશાં નવીનતાસભર ફેશન જન્મે છે ને બ્યુટીફૂલ જગતનો નજારો રમ્ય-ગમ્ય બને છે. આમ મહેંદીની ડિઝાઈન પણ હવે મોર્ડન કલર સાથે અનેકતામાં વિવિધતા આપનારી બની રહી છે. હાથને અલગ-અલગ પ્રકારની ડિઝાઈન કરવાની આ મહેંદીકળા વધુને વધુ વિકસી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp