રોગપ્રતિકારક શક્તિ વધારવા આટલું જરૂર કરો

PC: iamgujarat.com

રોગપ્રતિકારક શક્તિ વધારવા આટલું જરૂર કરો

પ્રવર્તમાન કોરોના મહામારી દરમિયાન વ્યક્તિગત સારસંભાળ માટે આયુર્વેદ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે, ત્યારે આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કોરોના સામે ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યક્તિગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે.

સામાન્ય પગલાઓ:

દિવસભર ગરમ પાણી પીવું. ઓછામાં ઓછા 30 મિનિટ માટે વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ કરવો જોઈએ. હળદર, જીરૂ, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-

સવારે એક ચમચી ( 10 ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ). હર્બલ ટી/ઉકાળો જેમાં દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો. જેમાં ગોળ અથવા તાજા લીંબુનો રસ જરૂર મુજબ ઉમેરી શકાય. ગોલ્ડન મિલ્કનો પ્રયોગ કરવો જેમાં અડધી ચમચી (150 મિલી) હળદર ગરમ દૂધમાં મિક્ષ કરી દિવસમાં એક કે બે વાર સેવન કરવું.

નાસ્ય: સરળ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ-

બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો. સવાર અને સાંજ 1 ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંમાં લઈ બે થી ત્રણ મિનિટ રાખવું અને કોગળા દ્વારા કાઢી નાંખવું. (પીવુ નહી). ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા, જે દિવસમાં એક કે બે વાર કરી શકાય. સુકી ઉધરસ/ગળામાં બળતરા થતી હોય ત્યારે તાજા ફુદીનાના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો. ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે. આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય, પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો નજીકના આરોગ્ય કેન્દ્રના ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp