ભારતમાં વેચાતા સેનિટરી નેપકિનમાં થઈ રહ્યો છે હાનિકારક રસાયણોનો ઉપયોગ

PC: timesnownews.com

દિલ્હી સ્થિત એક NGO દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ ભારતમાં વેચાતા મુખ્ય સેનિટરી નેપકિન્સમાં રસાયણોની ઉચ્ચ માત્રા મળી છે જે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર, ડાયાબિટીસ અને કેન્સર સાથે સંકળાયેલા છે. NGO 'ટોક્સિક લિંક' દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સેનિટરી નેપકિન્સના કુલ 10 સેમ્પલમાં થેલેટ અને અન્ય વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOC) મળી આવ્યા છે. આમાં બજારમાં ઉપલબ્ધ છ અકાર્બનિક (ઇનોર્ગેનિક) અને ચાર ઓર્ગેનિક સેનિટરી પેડ્સના નમૂનાનો સમાવેશ થાય છે.



થેલેટના સંપર્કથી હૃદય રોગ, ડાયાબિટીસ, અમુક કેન્સર અને જન્મજાત ખામીઓનો સહિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની વાત કરવામાં આવી છે. VOC મગજની વિકૃતિઓ, અસ્થમા, વિકલાંગતા, અમુક પ્રકારના કેન્સર વગેરે જેવી સમસ્યાઓનું જોખમ ઊભું કરે છે.

અભ્યાસ મુજબ, તમામ પ્રકારના સેનિટરી નેપકિન, ઓર્ગેનિક, અકાર્બનિકમાં થેલેટનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ ઓર્ગેનિક પેડના નમૂનાઓમાં ઉચ્ચ સ્તરના VOCs જોવાનું આશ્ચર્યજનક હતું, કારણ કે અત્યાર સુધી ઓર્ગેનિક પેડ્સ સલામત હોવાનું માનવામાં આવતું હતું.

અભ્યાસ અનુસાર, માસિક ધર્મ દરમિયાન, સ્ત્રીઓએ આવા સલામત ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈપણ શારીરિક અવરોધ વિના તેમની દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં મદદરૂપ હોય. હાલમાં, ફેંકી દેવાય એવા સેનિટરી પેડ્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે.

તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં બહાર આવ્યું છે કે 15-24 વર્ષની વયની લગભગ 64 ટકા મહિલાઓ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે વધુ સમૃદ્ધ સમાજમાં પેડનો વધુ ઉપયોગ થાય છે. આ દરમિયાન, ભારતીય સેનિટરી પેડ્સનું બજાર 2021માં 618.4 મિલિયન ડોલરના મૂલ્ય સુધી પહોંચવાનું નક્કી છે. IMARC ગ્રુપના જણાવ્યા અનુસાર, આ બજાર 2027 સુધીમાં 1.2 બિલિયન અમેરિકી ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp