ગામડાઓમાં પીરિયડ્સ લીવ માટે શરૂ કરાઈ પંચાયત, જાણો વિગત

PC: twitter.com

અલીગઢમાં રહેતી શમા પરવીન એક સરકારી સ્કૂલમાં ટીચર છે. એક સામાન્ય શિક્ષિકાની જેમ તેમણે પણ એ કામ કરવા પડે છે જે તેમની નોકરીનો હિસ્સો છે. પરંતુ, દર મહિને પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ, દુઃખાવો વગેરે સહન કરવું પડે છે. તેને કારણે શારીરિક મુશ્કેલીઓ થઈ શકે છે પરંતુ, પીરિયડ્સ સાથે સંકળાયેલી ભ્રાંતિઓના કારણે નીકળવુ અને ચાલવુ મુશ્કેલ બની જાય છે અને દરેક સમયે મગજમાં રહે છે કે ક્યાંક એવુ કંઈ ના થઈ જાય જેના કારણે શરમમાં મુકાવુ પડે. શમા જેવી મહિલાઓની સંખ્યા ઓછી છે કે જેઓ ખુલીને પોતાની સમસ્યા વિશે વાત કરે છે. તે કહે છે કે, આ કારણે મહિલાઓની કાર્ય ક્ષમતા પર પણ અસર પડે છે. આથી મહિલાઓની મદદ માટે પીરિયડ લીવની માંગ ઉઠી રહી છે.

હરિયાણામાં એક નવી પહેલ થઈ છે. ગામડાંઓમાં છોકરીઓ પોતે પંચાયત કરીને આ માંગણી કરી રહી છે. તેમની પંચાયતનો મુદ્દો હોય છે સરકાર પાસે પીરિયડ લીવની માંગ કરવી. પંચાયતમાં જે મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે તેમા મહિલા સ્વાસ્થ્ય માટે સરકાર પાસે જરૂરી પગલાં ઉઠાવવાની માંગ પણ સામેલ છે. પંચાયતોમાં સામેલ મહિલાઓનું કહેવુ છે કે, સરકારે પીરિયડ્સ દરમિયાન રજા જરૂર આપવી જોઈએ અને તેના માટે નવુ સ્વાસ્થ્ય બિલ પાસ કરવું જોઈએ. તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવે.

હરિયાણામાં જીંદના પૂર્વ સરપંચ સુનીલ જગલાન આ અભિયાનને આગળ વધારી રહ્યા છે. તેને માટે તેઓ ગામડાઓમાં ëલાડો પંચાયતનું આયોજન કરે છે. હિસારના કંવારી ગામમાં આયોજિત એક પંચાયતમાં મહિલાઓએ માંગ કરી છે કે સરકારી, અર્ધ-સરકારી અને બિન સરકારી કંપનીઓમાં મહિલાઓને એક દિવસની પીરિયડ લીવ આપવામાં આવે. સાથે જ મહિલાઓ માટે માનસિક સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપવામાં આવે. સુનીલ જગલાને જણાવ્યું કે, પહેલા તેમણે એક પીરિયડ ચાર્ટ અભિયાનની શરૂઆત કરી હતી જેમા તેમણે ઘરમાં એક ચાર્ટ બનાવવાનો પ્રયોગ કર્યો. આ ઉપરાંત, તેમણે મહિલાઓને આરામ અપાવવા માટે પીરિયડ લીવ હેતુ છોકરીઓ સાથે વાત શરૂ કરી. ઘણી વર્કિંગ વુમન પીરિયડ અટકાવવા માટે દવા લઈ લે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આ વાત સાંભળ્યા બાદ તેમણે પીરિયડ લીવ અપાવવા માટે અભિયાનની શરૂઆત કરી.

શું છે પીરિયડ લીવ?

પીરિયડ લીવ ઘણા દેશોમાં પ્રચલિત છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાનથી સવેતન પીરિયડ લીવ ચલણમાં આવ્યુ હતું. જાપાન, દક્ષિણ કોરિયા અને ઈન્ડોનેશિયા જેવા કેટલાક દેશોમાં તેનું પ્રાવધાન છે. ભારતમાં કેરળમાં એક સ્કૂલે વર્ષ 1912માં તેને અપનાવ્યું પણ હતું.

પીરિયડ લીવમાં મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સવેતન રજા આપવાની વ્યવસ્થા છે. આ રજા પ્રત્યેક મહિને આપવામાં આવે છે અને મેડિકલ લીવ અને અન્ય કોઈપણ પ્રકારની રજાથી અલગ હશે. મહિલાઓ આ રજાને પોતાની આવશ્યકતા અનુસાર લઈ શકે છે. આ પ્રકારે આ મહિલાઓને દુઃખાવા અને મુશ્કેલીના આ દિવસોમાં સરળતા થઈ જશે.

વર્તમાનમાં માત્ર બિહાર જ એક એવુ રાજ્ય છે જ્યાં સરકાર દ્વારા પીરિયડ લીવનું પ્રાવધાન છે. બિહારમાં વર્ષ 1992માં તાત્કાલિક મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સરકારે મહિનામાં 2 દિવસ મહિલાઓને પીરિયડ લીવ આપવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ, રાષ્ટ્રીય સ્તર પર એવો કોઈ કાયદો નથી બન્યો. સાંસદ નિનોંગ એરિંગે 2017માં સંસદમાં એક પ્રાઈવેટ બિલ રજૂ કર્યું હતું જેમા મહિલાઓને સમાન દરજ્જો આપવા અને ચાર દિવસની પીરિયડ લીવ આપવાની માંગ કરી હતી. બિલમાં આ સુવિધા ક્લાસ 8 અથવા તેના કરતા ઉપલા ધોરણમાં વિદ્યાર્થીનીઓને પણ આ સુવિધા આપવાની વાત કરી હતી, જેમા તેમને સ્કૂલમાંથી રજાનું પ્રાવધાન હોય. બિલ પર ચર્ચા થઈ, પરંતુ તેને બહુમતના અભાવમાં પાસ ના કરી શકાયું. જોકે, કેટલીક પ્રાઈવેટ કંપનીઓ પીરિયડ લીવ આપે છે પરંતુ, તેની સંખ્યા ઘણી ઓછી છે.

ક્યાં છે પ્રોબ્લેમ્સ?

સૌથી મોટો પ્રોબ્લેમ છે પીરિયડને લઈને સામાજિક દ્રષ્ટિકોણ. સમાજમાં તેને આજે પણ એક સામાન્ય શારીરિક પ્રક્રિયા માનવામાં નથી આવતી. ઘરમાં તેના વિશે કોઈ વાત નથી થતી. પુરુષોની સામે વાત કરવાની મનાઈ છે. ત્યાં સુધી કે સેનેટરી પેડ લાવવાની વાત હોય તો પણ તેને કાળી પોલિથીનમાં સંતાડીને લાવવામાં આવે છે.

વર્ક પ્લેસ પર તો પ્રોબ્લેમ્સ હજુ વધી જાય છે. પુરુષ સહકર્મીની સામે સંકોચ કરવો તેમજ પીરિયડ સાથે સંકળાયેલી શારીરિક પ્રોબ્લેમને સહન કરવી મહિલા કર્મચારીઓની નિયતી છે. ફીલ્ડ વર્ક કરતી મહિલાઓ માટે તો મુશ્કેલીઓ હજુ વધુ છે.

ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, પીરિયડ દરમિયાન રક્તસ્ત્રાવ ઉપરાંત સાંધામાં દુઃખાવો, ચીડિયાપણું, માથુ ભારે લાગવુ, શરીર દુઃખવુ વગેરે સામાન્ય છે. એવામાં કોઈ મહિલા પાસે એ આશા ના રાખી શકાય કે તે આ બધાને અવગણીને સામાન્ય વ્યવહાર કરે, આ વાત સંભવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp