ખાલી પેટ ગોળ અને જીરાનું પાણી પીવાથી થશે આ ફાયદા

PC: greattelangaana.com

દરેક લોકોના ઘરમાં જીરૂ તમને સરળતાથી મળી જશે. તેનો ઉપયોગ મોટાભાગે શાકભાજીમાં સ્વાદ વધારવામાં થાય છે. તેના વગર ભોજનનો સ્વાદ જ અધુરો રહે છે. તેમાં સામેલ તત્વ પાચન ક્રિયામાં મદદગાર હોય છે. તમેજ ગોળ પણ અત્યંત લાભદાયી હોય છે. શિયાળામાં દર કોઇએ તેનુ સેવન જરૂર કરવું જોઈએ કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે વરદાન સમાન માનવામાં આવે છે. આર્યુર્વેદમાં પણ તેમના ઘણાં મહત્વ જણાવવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે ગોળ અને જીરાનુ પાણી આપણા માટે કેટલા ગણા ફાયદાકારક છે. તો આવો જાણીએ જેથી થઈ રહેલા ફાયદા વિશે...

કમર પીડાનો રામબાણ ઈલાજ

શિયાળામાં મોટાભાગે લોકોને કમરમાં પીડાની ફરીયાદ રહે છે. ગોળ અને જીરાનુ પાણી તમને જેથી રાહત આપવાનુ કામ કરે છે.

એનીમીઆ દર્દી માટે ફાયદાકારક

ગોળ અને જીરાનુ પાણી પીવાથી શરીરમાં એનીમીઆ અથવા લોહીની ઉપણ પૂરી પાડે છે. તે ઉપરાંત આ લોહીમાં સામેલ અશુદ્ધિઓને પણ દૂર કરે છે.

માથાની પીડામાં આરામ

ઠંડીમાં ઘણાં બધા લોકો માથાની પીડાથી પરેશાન રહે છે, એવામાં ગોળ અને જીરાનુ પાણી પીવાથી આરામ મળશે. જો તમને શરદી થઇ છે તો તમને આ ઉપાય આરામ પહોચાડશે.

ઈમ્યૂન સિસ્ટમને કરે મજબૂત

જીરૂ અને ગોળ આપણા શરીરના અંદરની ગંદકીને સાફ કરવાના સાથે-સાથે આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. તે સિવાય આ પેટ સંબંધિત મુશ્કેલી જેમ કે કબજિયાત,ગેસ, પેટ વધવુ, અને પેટને ધીમે-ધીમે સ્વચ્છ રાખવામાં પણ મદદગાર છે.

પીરિયડ્સની સમસ્યાઓથી રાહત

પીરિયડ્સમાં અનિયમિતતા અને પેટ પીડા જેવી પરેશાનીમાં ગોળ અને જીરાનુ પાણી પીવાથી રાહત પહોચે છે.

ગોળ-જીરાનુ પાણી બનાવવાની રીત

સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી ઉમેરો. હવે તેમાં એક ચમચી ગોળ ઉમેરો અને એક ચમચી જીરૂને ઉમેરો હવે તેને બરાબર ઉકાળો. જે બાદ એક કપમાં આ પાણીને નાખી પી શકો છો. સવારે તમારે આ પાણીને ખાલી પેટ પર પીવાનુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp