હિમાચલ પ્રદેશ ફરવા જવા આતૂર લોકો માટે મોટા આનંદના સમાચાર

PC: thestatesman.com

ભારતમાં કોરોના વાયરસના કેસ 50 લાખને પાર થઇ ગયા છે. 50 લાખ કોરોના કેસ નોંધાવનારો ભારત બીજો દેશ બની ગયો છે. તો વળી દેશમાં પાછલા 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે મોતો થઇ છે. એક દિવસમાં સૌથી વધાકે 1290 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 90123 મામલા સામે આવ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાના કુલ કેસો 5020359 થઇ ગયા છે. ચિંતાની વાત એ છે કે, દેશમાં દર પાંચમા દિવસે નવા 5 લાખ કેસ જોડાઈ રહ્યા છે. એટલે કે દિવસમાં રોજ 1 લાખ કેસ સામે આવી રહ્યા છે.

દેશમાં સતત વધી રહેલા કેસોની વચ્ચે હિમાચલ પ્રદેશની સીમા દરેક લોકો માટે ખુલી જશે. રાજ્યમાં પ્રવેશ કરવા માટે હવે કોઈપણ વ્યક્તિએ કોરોના ઈ-પાસ સોફ્ટવેરમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં. ટૂરિસ્ટોએ કોઇ કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લાવવાની રહેશે નહીં અને ન તો હોટલોમાં એડવાન્સ બુકિંગ કરાવવાની રહેશે. બહારથી આવનારા માટે ક્વોરેન્ટાઇન પણ રહેશે નહીં. મંગળવારના રોજ જયરામ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બસોનું બીજા રાજ્યોમાં સંચાલન હજુ નહીં

કેબિનેટ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે બહારથી આવનારાઓમાં જો કોરોના લક્ષણ જોવામાં આવ્યા તો બોર્ડર પર જ રોકી દેવામાં આવશે. તેમનું ટેસ્ટ લેવાની જરૂર પડી તો હોસ્ટિપલમાં દાખલ કરાવવામાં આવશે. સરકારે હજુ આંતરરાજ્ય બસોના સંચાલનને લઇ કોઈ નિર્ણય લીધો નથી. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબરમાં બસોનું સંચાલન શરૂ થઇ શકે છે. હવે હોસ્પિટલોમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીને 10 દિવસ પછી લક્ષણ ન દેખાવાની સ્થિતિમાં ટેસ્ટ વિના જ ઘર પર 10 દિવસ આઈસોલેશનમાં રાખવામાં આવશે.

કેબિનેટે શહેરી આવાસ યોજનામાં સરકારની હિસ્સેદારી વધારવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળે ઈકો ટુરિઝમ અને નર્સિંગ પોલિસીને પણ મંજૂરી આપી છે. ઈકો ટૂરિઝમ પોલિસી દ્વારા ત્યાં રોજગારની સાથે ગ્રામીણ અને દૂરના ક્ષેત્રોમાં વન્ય ટૂરિઝમ માટે ખોલવાના પ્રયાસો રહેશે. કેબિનેટે દારૂ બાર ખોલવાની પરવાનગી આપી દીધી છે. રાજ્ય કર અને આબકારી વિભાગ તરફથી આ બાબતે આદેશ બહાર પાડવામાં આવશે, જેના માટે નિયમો પણ બનાવવામાં આવ્યા છે.

કેબિનેટે પરવાણૂ અને લંબલૂમાં રેવેન્યૂ સબ ઓફિસ ખોલવાની પરવાનગી આપી દીધી છે. કેબિનેટે જિલ્લા સોલનના પરવાણૂ અને હમીરપુર જિલ્લાના લંબલૂમાં સબ રેવેન્યૂ ઓફિસ ખોલવાનો નિર્ણય લીધો છે. આ બંને ઓફિસો માટે સ્ટાફ પણ સ્વીકૃત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp