ભૂલથી પણ હાલ આ હિલ સ્ટેશનો પર ફરવા ના જતા, નહીં તો પસ્તાશો

PC: ANI

ભારતના લગભગ તમામ હિલ સ્ટેશન ઓવર ટૂરિઝમનો શિકાર બન્યા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ હોય કે પછી જમ્મુ-કાશ્મીર. આ ત્રણેય રાજ્યોના હિલ સ્ટેશન પર એટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે કે, પ્રશાસનથી લઈને સ્થાનિક લોકો સુધી તમામ હેરાન થઈ ગયા છે.

ઉત્તરાખંડના પ્રમુખ હિલ સ્ટેશન નૈનીતાલ, મસૂરી, ઋષિકેશ, હરિદ્વારામાં તો પરિસ્થિતિ એ છે કે, ત્યાં હોટેલ ફુલ થઈ ચુક્યા છે. ટૂરિસ્ટ રસ્તા પર સૂઈ રહ્યા છે. ઘણા કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ લાગ્યો છે. ગાડીઓને ઊભી રાખવા માટે પાર્કિંગ સ્પેસ પણ નથી.

નૈનીતાલની વાત કરીએ તો ત્યાં 2 હજાર ફોર વ્હિલર ગાડીઓ માટે પાર્કિંગ સ્પેસ છે. પરંતુ અહીં દરરોજ 6 હજાર સુધી ગાડીઓ આવી રહી છે. વીકેન્ડમાં તો હાલત વધુ ખરાબ થઈ રહી છે. પરિસ્થિતિ એ છે કે, ટૂરિસ્ટ અહીં રસ્તા, પાર્કિંગથી લઈને ફૂટપાથ પર સૂતેલા દેખાઈ રહ્યા છે. પાણીની તંગી પણ ટૂરિસ્ટોને હેરાન કરી રહી છે.

ટૂરિસ્ટોની વધતી સંખ્યાને જોતા પ્રશાસની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રાફિકની બગડતી વ્યવસ્થાને જોતા પ્રશાસન હવે પ્રવાસીઓની ગાડીઓને નૈનીતાલથી ઘણે દૂર જ અટકાવી રહી છે. તેમજ ચારધામ યાત્રા હોવાને કારણે ટૂરિસ્ટ ઘણા વધી ગયા છે.

એ જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ ટૂરિસ્ટ એટલા પહોંચી ગયા છે કે, તેને કારણે સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે. સિમલા અને મનાલીમાં પણ ભીડના કારણે જામની સમસ્યા છે.

એટલું જ નહીં પરંતુ કસૌલ, મનાલી, મણિકરણ, કુલ્લૂમાં ATM ખાલી થઈ ગયા છે. અહીં કેશ નથી. લોકો દુકાનોમાં કાર્ડ સ્વાઈપ કરાવીને પૈસા કાઢી રહ્યા છે. આથી, જો તમે પણ આ હિલ સ્ટેશનો પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો એકવાર જરૂર વિચાર કરજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp