26th January selfie contest

વરસાદમાં કેવી રીતે રહે છે મેકઅપ ચકાચક, અભિનેત્રીઓએ ખોલ્યું રહસ્ય

PC: instagram.com

ઘણી વખત આપણે આપણી પસંદગીની એક્ટ્રેસને વરસાદમાં ડાન્સ કરતા જોઈ હશે. પરંતુ શું તમને ખબર છે કે વરસાદ દરમિયાન શૂટિંગ કરવું આ એક્ટ્રેસિસ માટે કેટલું અઘરું કામ હોય છે. એક તો વરસાદનું પાણી અને ઉપરથી મેકઅપ બગડવાનો ડર અને તે બધા ઉપર આ બધી વસ્તુઓની સાથે એક્સપ્રેશન પર સંપૂર્ણ કંટ્રોલ. ઉફ્ફ આ બધુ એકસાથે તેઓ ઘણી સારી રીતે કેરી કરી લે છે. તો ચાલો આજે વરસાદમાં મેકઅપ દરમિયાન શું ધ્યાન રાખવું તે જાણી લઈએ.

મેકઅપ ફિક્સર કામ આવે છેઃ સાન્વિકા સિંહ

વરસાદના સમયે લાઈટ મેકઅપનો ઓપ્શન જ યોગ્ય હોય છે, જેને તમે મેકઅપ ફિક્સરથી સેટ કરી શકો છો. આઈલાઈનરના બદલે વોટરપ્રુફ કાજલનો ઉપયોગ કરવો જોઈએ જેથી કેટલો પણ જોરથી વરસાદ પડે તો આંખનો મેકઅપ ખરાબ નહીં થાય. હું વરસાદમાં શૂટ કરું તો ઘરે આવીને જલદીથી મેકઅપ કાઢી નાખું છું કારણ કે વરસાદના પાણીથી તમારા ચહેરા પર પિંપલ્સ થવાના ચાન્સ વધી જાય છે. આ સિવાય વાળને પણ તરત હેર ડ્રાયરથી સૂકવી દેવા જોઈએ.

વોટરપ્રુફ મેકઅપ રહે છે કારગરઃ શમા સિકન્દર

વરસાદની સીઝનમાં દરેકની સ્કીન અલગ રીતે રિએક્ટ કરે છે. સ્કીન ટાઈપના હિસાબે અલગ અલગ હેક્સ હોય છે. મારી નોર્મલ ટુ ઓઈલી સ્કીન છે. ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી મારા ચહેરા પર ઓઈલ વધારે દેખાવા લાગે છે. તેવામાં મેટીફાઈંગ પ્રાઈમરનો ઉપયોગ મારી ટી-ઝોન પર કરું છું, આ સિવાય સારા મોઈશ્ચરાઈઝરની જરૂર પડે છે. વરસાદમાં મેકઅપ ખરાબ થવાના લીધે મોટેભાગે દરેક છોકરીઓ વોટરપ્રુફ મેકઅપ કરતી હોય છે. મેં ક્યારેય વોટરપ્રુફ મેકઅપનો ઉપયોગ નથી કર્યો કારણ કે મને વરસાદની સીઝનમાં એકદમ લાઈટ મેકઅપ કરવાનો પસંદ છે.

વોટરપ્રુફ આઈલાઈનર અને મસ્કરા છે જરૂરીઃ ડોનલ બિષ્ટ

હું ચોમાસા દરમિયાન શૂટિંગમાં વોટરપ્રુફ મસ્કરા અને આઈલાઈનરને ઘણું જરૂરી માનું છું કારણ કે જો તમે વોટરપ્રુફ મેકઅપ કર્યો નહીં હોય તો તમારો ચહેરો ડાર્ક દેખાશે. વોટરપ્રુફ બેઝનો ઉપયોગ કરવો જોઈએ અને કોશિશ કરો કે પાઉડર ચહેરા પર વધારે ના વપરાય. આથી ચોમાસા દરમિયન વધારે મેકઅપ કરવાનો ટાળવો જોઈએ.

ઓછો મેકઅપ કરીને થઈ જાઉં છું નિશ્ચિંતઃ કામ્યા પંજાબી

ચોમાસા દરમિયાન મેકઅપની મુશ્કેલી શરૂઆતના દિવસોમાં ઘણી થતી હતી. અત્યારે તો દરેક વસ્તુ વોટરપ્રુફ મળવા લાગી છે. આથી કોઈ મુશ્કેલી નથી પડતી પરંતુ જો કોઈ ઘણો વધારે મેકઅપ કરે તો તેનો કોઈ ઈલાજ નથી. હું વરસાદમાં શૂટિંગ કરું તો ઓછામાં ઓછો મેકઅપ કરું છું જેથી મારું ધ્યાન મારા એકઅપ પર નહીં પરંતુ મારા સ્ટેપ્સ અને ડાયલોગ પર રહે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp