જાણો, તમારા બાળકો સાથે ક્યારે અને કઈ રીતે કરવી જોઈએ સેક્સ વિશે વાત

PC: sciencenews.org

સેક્સ એક એવો વિષય છે, જેના પર મોટાભાગના પેરેન્ટ્સ બાળકો સાથે વાત કરતા ખચકાય છે. મોટાભાગના બાળકોને એક ઉંમર સુધી એટલું જ ખબર હોય છે કે, કોઈ પરી બાળકોને તેમના મમ્મી-પપ્પા પાસે છોડી જાય છે. ક્યારેક-ક્યારેક બાળકો અચાનક પોતાના માતા-પિતાને ક્રશ અથવા સેક્સનો મતલબ પૂછવા માંડે છે અને પેરેન્ટ્સને ત્યારે સમજાતું નથી કે તેમણે શું જવાબ આપવો અને બાળકોને કેવી રીતે સમજાવવા. ભારતમાં આ વિષય એવો છે, જેના પર આપણે બાળકો સાથે વાત કરવાથી બચીએ છીએ, પરંતુ હકીકતમાં તેના પર ખુલીને વાત કરવી ખૂબ જ જરૂરી છે, જેથી બાળકો ખોટા રસ્તે ના ચાલ્યા જાય. તો તમે પણ એક્સપર્ટ્સ પાસથી જાણી લો કે, કઈ ઉંમરમાં બાળકો સાથે સેક્સ વિશે વાત કરવી જોઈએ અને કઈ રીતે વાત કરવી જોઈએઃ

4 વર્ષની ઉંમરમાં

જ્યારે બાળક 4 વર્ષનું થઈ જાય, ત્યારે તમારે તેમને તેમના પ્રાઈવેટ પાર્ટ્સ વિશે જાણકારી આપવી જોઈએ. બાળકો કઈ રીતે જન્મે છે, તેની જાણકારી તેમને રમત-ગમતમાં આપી દો. જેમ કે, તેમને જણાવો કે તેમની મમ્મીના પેટમાં યૂટ્રસ છે, જ્યાં બાળક જન્મ લેતા પહેલા રહેતું હતું.

8 વર્ષની ઉંમરમાં

આ ઉંમરમાં બાળકોને થોડી સમજ પડવા માંડે છે. તમે તેમને જણાવી શકો કે, મમ્મી-પપ્પાએ તમને જન્મ આપ્યો. જો તે પછી પણ સવાલો પૂછે તો તેને જણાવો કે, તેના પપ્પાની બોડીમાં એક સેલ હોય છે, જેને સ્પર્મ કહે છે અને મમ્મીની બોડીમાં એક નાનકડું સેલ હોય છે, જેને એગ્સ કહે છે. જ્યારે તમે જન્મવાના હતા, તો તમે યૂટ્રસમાંથી બહાર આવી ગયા. આ ઉંમરમાં આટલું જ જણાવવું પૂરતું છે.

10 વર્ષની ઉંમરમાં

આ ઉંમરમાં તમે બાળકો સાથે સેક્સ વિશે વધુ ખુલીને વાત કરી શકો છો. સમાચારોમાં રેપ વિશેના સમાચારો પણ આવે છે, તો તેના વિશે પણ જણાવો. બાળકોને સાંભળેલી વાતો વિશે જાણવાની ખૂબ જ ઉત્સુકતા હોય છે. બાળકોને ગોળ ગોળ વાતો કરવાને બદલે યોગ્ય જાણકારી આપો.

15 વર્ષ કે તેના કરતા વધુ ઉંમરમાં

આ ઉંમરના મોટાભાગના બાળકો સમજદાર થઈ ગયા હોય છે અને સેક્સ વિશે પોતાનો એક અલગ વિચાર બનાવી લે છે. સારું થશે કે તમે વાતચીતમાં તેના વિચારોને સમજો અને તેને સાચી દિશા આપવાનો પ્રયત્ન કરો. સેક્સ કઈ રીતે અને કઈ ઉંમરમાં કરવું યોગ્ય હોય છે, તેના વિશે તેને યોગ્ય જાણકારી આપો. બાળકોને પોક્સો એક્ટ વિશે પણ જાણકારી આપો.

પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવી જોઈએ આ વાતો

  • તમે એવું ના વિચારો કે બાળકો સાથે સેક્સ વિશેની વાતો કરતા તેઓ પણ સેક્સ કરવાની ઈચ્છા કરશે. રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે, જે બાળકોના પેરેન્ટ્સ સેક્સ વિશે વાત કરે છે, તે બાળકો સેક્સ માટે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે તૈયાર થવાની રાહ જુએ છે અને પહેલીવાર સંબંધ બનાવવા દરમિયાન કોન્ટ્રાસેપ્ટિવનો ઉપયોગ પણ કરે છે. તેઓ સહમતિને વધુ સારી રીતે સમજે છે અને તેમને ખબર હોય છે કે, તેઓ ના કહી શકે છે.
  • સેક્સ સાથે સંબંધિત બાળકોના સવાલોને ટાળવાનો પ્રયત્ન ના કરો. બાળકો દરેક બાબત જાણવા ઈચ્છે છે અને આથી તેમનામાં તેના વિશે ઉત્સુકતા હોય છે.
  • ઈન્ટરનેટના જમાનામાં આજકલ બાળકોને તમે કોઈપણ વસ્તુથી દૂર ના રાખી શકો. જો તમને લાગે કે બાળક પોતાની ઉંમર કરતા વધુ જાણવા માગે છે તો તેને શરમજનક સ્થિતિમાં મુકવાને બદલે પ્રેમથી સમજાવો.
  • બોડી પાર્ટ્સના નામની યોગ્ય જાણકારી આપો. તેને કોઈ અન્ય નામથી બોલાવવા પર મોટા થઈને બાળકો એ બાબતને સહજતાથી નહીં લઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp