ICMRના મતે કોરોનાના લક્ષણ દેખાવા પર ભૂલથી પણ ન લેવી આ દવાઓ, નહીં તો...

PC: verywellmind.com

કોરોના વાયરસથી પીડિત હળવા લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ સાજા થઈ રહ્યા છે. જરૂરિયાત છે માત્ર યોગ્ય દેખરેખ અને યોગ્ય દવાઓ લેવાની. એવામાં ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કેટલીક દવાઓના નામ જણાવ્યા છે, જે કોરોનાના દર્દીઓએ ભૂલથી પણ લેવી ના જોઈએ, નહીં તો તેમની સમસ્યા વધી શકે છે. તો તમે પણ આ દવાઓ વિશે જાણી લો.

પેઈનકિલર્સથી કોરોનાના દર્દીઓને જોખમ

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન (ICMR)એ કહ્યું છે કે, હૃદય રોગના દર્દીઓ માટે ખતરનાક માનવામાં આવતી આઈબ્રૂફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈનકિલર્સ કોવિડ-19ના લક્ષણોને વધુ ગંભીર બનાવી શકે છે. તેને કારણે કિડની ખરાબ થવાનું જોખમ વધી શકે છે.

નોન સ્ટીરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ ભૂલથી પણ ના લેવી

ICMRએ સલાહ આપી છે કે, નોન સ્ટીરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ લેવાને બદલે બીમારી દરમિયાન જરૂરિયાત પડવા પર પેરાસીટામોલ (Paracetamol) લેવી જોઈએ.

કોરોનાના લક્ષણ દેખાવા પર તરત જ કરાવો ટેસ્ટ

શું હાર્ટ પેશન્ટ્સ, ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરવાળા રોગીઓને કોરોના સંક્રમણનું જોખમ વધુ છે? તેના જવાબમાં ICMRએ કહ્યું હતું કે, ના, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા હાર્ટના દર્દીઓને કોઈ અન્યની સરખામણીમાં સંક્રમિત થવાનું જોખમ વધુ નથી. કોરોનાના હળવા લક્ષણ દેખાવા પર તરત જ ટેસ્ટ કરાવો.

આ દવાઓથી કિડની ખરાબ થવાનું જોખમ

ICMRએ કહ્યું કે, હાર્ટના દર્દીઓ માટે ખતરનાક માનવામાં આવતી આઈબ્રૂફેન (Ibuprofen) જેવી કેટલીક પેઈન કિલર્સ કોવિડ-19ના લક્ષણોને ગંભીર બનાવી શકે છે. તેને કારણે કિડની ખરાબ થવાનું જોખમ વધી શકે છે.

પેરાસિટામોલ લઈ શકાય

ICMRએ સલાહ આપી છે કે, નોન સ્ટીરોઈડ એન્ટી ઈન્ફ્લેમેટરી દવાઓ લેવાની જગ્યાએ બીમારી દરમિયાન જરૂરિયાત પડવા પર પેરાસિટામોલ દવા લઈ શકાય.

શારીરિક વ્યાયામ કરવાની સલાહ

જે લોકોમાં ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતો હોય, તેમને લઈને કહેવામાં આવ્યું છે કે તેઓ દરેકરીતે ઈન્ફેક્શનનો શિકાર બની શકે છે. માત્ર કોરોના સંક્રમણના જે તેઓ શિકાર બને એ જરૂરી નથી. પરંતુ આવા લોકોને પોતાનું વધુ ધ્યાન રાખવામાં આવ્યું છે. ICMRએ એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે, કોઈએ પણ પોતાની કોઈ દવા ડૉક્ટરની સલાહ વિના ના લેવી ના જોઈએ કે અધૂરી છોડી દેવા ના જોઈએ. પછી ભલે તે બીપીની દવા હોય કે પછી ડાયાબિટીસની. સલાહ આપવામાં આવી છે કે, આવા સમયમાં દારૂ અને સ્મોકિંગથી દૂર રહેવુ જોઈએ અને પોતાને ફિટ રાખવા માટે શારીરિક વ્યાયામ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp