શું સેનેટરી પેડ સ્ત્રીઓ માટે હાનિકારક ખરું?

PC: Khabarchhe.com

સેનેટરી પેડને કારણે મહિલાઓના સ્વાસ્થ્ય સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. મહિલાઓની આ સમસ્યાના સમાધાન માટે સુરતના સોશિયલ વર્કર ડો. અમી યાજ્ઞિક દ્વારા 'ગ્રીન ઘ રેડ કેમ્પેન' શરૂ કરવામાં આવ્યું છે. આ કેમ્પેનમાં જોડાઈને સેનેટરી નેપકીનની જગ્યાએ યુઝ કરો મેન્સ્ટ્રુઅલ કપ, જે વાપરવામાં સરળ, સસ્તા અને ઈકોફ્રેન્ડલી છે.

સુરતમાં ચાલી રહ્યું છે ગ્રીન ધ રેડ કેમ્પેન ?

મહિલાઓ તેમના સ્વાસ્થ્ય અંગે અવેર થાય અને પર્યાવરણ પણ ઈકો-ફ્રેન્ડલી બને તે હેતુથી આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પેનનો હેતુ એ છે કે માસિક દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ પર્યાવરણ માટે હાનિકારક ન હોવી જોઈએ. જેમાં મહિલાઓને સેનેટરી પેડની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપ વાપરવા માટે જાગૃત કરવામાં આવે છે.

સેનેટરી નેપકીનની જગ્યાએ મેન્સ્ટ્રુઅલ કપ શા માટે?

સેનેટરી નેપકીન કેમિકલથી બનાવવામાં આવે છે, જેનાથી ઈન્ફેક્શન થવાનો ભય રહે છે. આ ઉપરાંત તે પ્લાસ્ટિકમાંથી બનતું હોવાથી તેને ડિસ્ટ્રોય થતા પણ વર્ષો નીકળી જાય છે. જેથી પર્યાવરણના નુકસાનની સમસ્યા સર્જાય છે. તેની જગ્યાએ જો મેન્સ્ટ્રુઅલ પેડનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી આ પ્રકારની તમામ સમસ્યાથી બચી શકાય છે.

મેન્સ્ટ્રુઅલ કપ શું છે?

મેન્સ્ટ્રુઅલ કપ સિલિકોન મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ કપ યોનિમાં મૂકીને 10 કલાક પછી ખાલી કરી ધોઈને પાછો યોનિમાં મૂકી શકાય છે. તે સિલિકોનનો બનેલો હોવાને કારણે બૉડીને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. આ કપ પહેરીને માસિક દરમિયાન યુવતીઓ રનિંગ, સ્વિમિંગ, ડાન્સ જેવી પ્રવૃત્તિઓ પણ કોઈપણ મુશ્કેલી વિના કરી શકે છે. ખર્ચની દૃષ્ટિએ સેનેટરી પેડ કરતા ઘણું સસ્તું પડે છે. મેન્સ્ટુઅલ કપ 10 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. સેનેટરી નેપકીનમાં થતા ખર્ચ કરતા મેન્સ્ટ્રુઅલ કપ 25 ગણા સસ્તા પડે છે. તે સસ્તાની સાથે મહિલાઓ અને પર્યાવરણ માટે બિન હાનિકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp