ફાર્મા કંપનીઓ અને સરકાર વચ્ચેની લાંબી લડાઇનો અંત આવી ગયો છે?

PC: onefourzerogroup.com

ફાર્મા કંપનીઓ અને સરકાર વચ્ચે લાંબા સમયથી અઘોષિત યુધ્ધ ચાલી રહ્યું છે. ફાર્મા ઉદ્યોગ જયાં પ્રાઇસ કેપની વિરુદ્ધ છે, ત્યારે સરકાર આરોગ્ય કાર્ડને ફલેશ કરી રહી છે. જો ફાર્મા ઉદ્યોગ ટેકસ ઇન્સેન્ટિવની માંગ કરે તો સરકાર તેમની ફાઇલ દબાવીને બેસી જાય છે.

ફાર્મા ઉદ્યોગ અને સરકાર વચ્ચેની લડાઇનો સિલસિલો આજનો નથી, તે વર્ષોથી ચાલ્યો આવે છે. જો કે હવે રૂખમાં બદલાવ જોવા મળી રહ્યો છે. દેશના રિમોટ એરિયામાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે ફાર્મા કંપનીઓ અને સરકાર વચ્ચે આ મામલે સહમતિ જોવા મળી રહી છે.

વાસ્તવમાં આ યોજના હેઠળ ડિજિટલ ટેકનિકની મદદથી ડેટા અને સાયન્ટિફિક ઇર્ન્ફોમેશનનો ઉપયોગ કરીને દેશના લાખો લોકોને આરોગ્ય સેવાઓ પુરી પાડવાની કોશિશ કરી શકાય તેમ છે. જેમના સુધી હજુ આરોગ્ય સેવાઓ પહોંચી શકતી નથી  તેમના માટે સરકારની યોજનાના હિસાબે બિમારીઓને રોકવા, બેઝિક હેલ્થ કેરની પહોંચ સુનિશ્ચિત કરવા, ડોકટર, નર્સ અને ડાયગ્નોસ્ટીક લેબની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, પોષણના સ્તરને સુધારવા અને મેડિસિન પ્રિસ્ક્રીપ્શન અને કર્ન્ઝવેશનની પેટર્ન પર નજર રાખવા સાથે જ આ વર્ગ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં બનેલી બે ઘટનાઓ વાસ્તવમાં ડેટા એનાલિટકસની દ્રષ્ટિએ હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીની ગતિ તરફ ઇશારો કરે છે. પહેલા મામલામાં સન ફાર્મા, જાયડસ કેડિલા, લૂપિન અને ટોરન્ટ ફાર્મા જેવી ભારતીય દવા કંપનીઓએ ભેગા મળીને રૂપિયા 40 કરોડની મદદથી એક કંપની બનાવવાની જાહેરાત કરી છે. એનું નામ ABCD ટેકનોલોજી LLP રાખવામાં આવ્યું છે.

એની સાથે જ અન્ય એક ડેવલમેન્ટમાં મુંબઇની એલ્કેમ લેબ્સે કહ્યું છે કે ABCD ટેકનોલોજી નામની કંપનીમાં અમે રોકાણ કર્યું છે જેને ABCD ટેકનોલોજી LLP સાથે કોઇ સંબધ નથી. કંપનીએ આમાં 66 ટકા હિસ્સેદારી ખરીદી છે. આ માર્કેટ રિસર્ચ કંપની AIOCD ફાર્મા સોફટના માધ્યમથી ખરીદવામાં આવી છે. હકિકતમાં આ કંપનીની બાકીની હિસ્સેદારી ખરીદવા માટે પણ અલ્કેમ લેબ્સે સહમતિ બતાવી છે.

આ ડીલના વેલ્યૂએશન કંપનીઓ શેર કર્યા નથી. પણ સવાલ એ ઉભો થાય છે કે આ બંને ડેવલપમેન્ટમાં સરકાર વચ્ચે કયાં આવે છે? આ દવા કંપનીઓએ જો કે રોકાણ બાબતે વધારે જાણકારી આપી નથી, પણ જાણકારોનું કહેવું છે કે આ સપ્લાય ચેઇન, પ્લગ લૂપહોલ્સ વગેરેને ડિજિટાઇઝ કરવાના કારોબારમાં પારદર્શિતા વધારવા અને દેશના રિમોટ એરિયામાં આરોગ્ય સુવિધા પહોંચાડવાની કોશિશના ભાગરૂપે કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp