પત્નીની ડિલિવરી થયા પછી પહેલીવાર સમાગમ કરતા જલ્દી સ્ખલન થઇ ગયું

PC: khabarchhe.com

પ્રશ્ન: મારાં પત્ની ડિલિવરી માટે પિયર ગયાં હતાં. તે પ્રસંગ પૂરો થતાં ત્રણ મહિનાનું બાળક લઈને પાછાં મારે ઘરે આવી ગયાં છે. અમે લગભગ દસ માસ માટે એકમેકથી અલગ રહ્યાં છીએ. અમે, પત્ની પાછા આવ્યા બાદ પહેલીવાર મેળાપ કરવા ગયાં તો મારું વીર્યસ્ખલન ખૂબ જલદી થઈ ગયું. અમારો મેળાપ થતાં પહેલા જ ડિસ્ચાર્જ થઈ જવાથી પત્ની અસંતુષ્ટ રહેવા પામી, આ વાતથી હું બહુ ચિંતામાં પડી ગયો છું. છેલ્લાં અઠવાડિયાથી હું મેળાપની કોશિશ જ નથી કરતો, સતત ડર રહે છે કે, ફરીવાર આવું બનશે તો શું થશે?

ઉત્તર: આપનો અનુભવ એક સર્વસામાન્ય અનુભવ છે. મોટેભાગના લોકો એવું નોંધે છે કે, જ્યારે જ્યારે તેઓના સંભોગ પ્રસંગો વચ્ચે લાંબા ગાળાનું અંતર પડે તો ત્યારબાદ સ્ખલન જલદી થાય છે. જેઓને શીધ્રસ્ખલનની આછી પાતળી સમસ્યા રહેતી હોય તેઓને ઘણીવાર સામાન્ય સંજોગોમાં એ સમસ્યાનો ખ્યાલ નથી આવતો, પરંતુ જો તેમના જીવનમાં સમાગમ વગરનો ગાળો આવે તો તેઓનું શીધ્રસ્ખલન વધુ દેખીતું અને તીવ્ર બને છે, જેથી તેઓને આપના જેવી મુશ્કેલી પડે છે.

તમે પહેલું કામ તો એ કરો કે, ખોટો ગભરાટ છોડીને આપના કામજીવનમાં પહેલાની જેમ જેમજ સ્વાભાવિક રીતે પ્રવુત્ત થઈ જાઓ. સમાગમ પ્રસંગોને ટાળો નહીં, તેમ કરવાથી ઉલટી સમસ્યા વધારે જલદ બનશે. જે સમાગમ કામવૃત્તિઓના અભાવમાંથી જન્મી છે તે કામ પ્રવુત્તિઓ ટાળવાથી કઈ રીતે ઉકલશે? ઊલટું, આ પ્રસંગ ઉપરથી બોધપાઠ લઈને આપે શીખવું જોઈએ કે, જાતીય જિંદગીને વધારે નિયમિત બનાવી દેવી. જુદાઈના ગાળામાં જેઓનું હસ્તમૈથુન જેવી વૈકલ્પિક ક્રિયા દ્વારા સ્ખલન થતું રહે છે તેઓ આ સમસ્યા નથી અનુભવતા. બીજું એ કે ફરીથી જ્યારે આપનું કામજીવન શરૂ કરો ત્યારે પૂર્ણ સ્વસ્થતા અને આત્મવિશ્વાસ સાથે શરૂ કરો. યાદ રાખો કે આપની સમસ્યા અલ્પજીવી છે, કાયમી નથી. હળવાશ તથા એકાગ્રતાથી સેક્સમાં પરોવાશો તો વધારે સરળતાથી એને ઉકેલી શકશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp