કિસ કરવાની રીત પરથી જાણો કે તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે

PC: youngisthan.in

પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સરળ અને પહેલો રસ્તો હોય છે સ્પર્શ અને ચુંબન. ચુંબનથી વ્યક્તિ તેની લાગણીઓ આસાનીથી વ્યક્ત કરી શકતો હોય છે. એવા સમયે તમારો પાર્ટનર તમને કઈ જગ્યાએ કિસ કરે એ પણ મહત્ત્વનું બની જાય છે. કારણ કે તેણે પસંદ કરેલા કિસના સ્પોટ પરથી તેના પ્રેમની તીવ્રતા વિશે આસાનીથી જાણી શકાય છે. તો ચાલો જાણીએ કે તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે.

જો તમારો પાર્ટનર છાશવારે ગાલ પર કિસ કરતો હોય કે તમે જ્યારે પણ તેને મળો ત્યારે તેને હગ કરીને એ તમારા ગાલ પર હળવું ચુંબન કરે છે તો સમજી જવાનું કે તમને પ્રાપ્ત કરીને તે અત્યંત ખુશ છે અને તે તમને ક્યારેય ખોવા નથી માગતો.

જો તમારો પાર્ટનર વારંવાર તમારા કપાળે કિસ કરતો હોય તો સમજી જવાનું કે એ તમને લઈને અત્યંત પ્રોટેક્ટિવ છે અને એ કોઈ પણ હિસાબે તમને ખોવા નથી માગતો. સાથે જ એ તમારું ઘણું સન્માન પણ કરે છે.

તો જો તમારો પાર્ટનર તમારી હથેળીઓ પર ચુંબન કરતો હોય તો એ તમને એનો દોસ્ત પણ માને છે અને તે હંમેશાં તમારો સાથ ઝંખે છે.  તો જો તમારો પાર્ટનર અચાનક તમને લીપ પર હળવી કીસ કરે કે તમે એકબીજાને હગ કરો ત્યારે એ તમને લિપ કિસ કરે ત્યારે એમ સમજવું કે તમને દિલથી પ્રેમ કરે છે અને તમે એને બહુ વહાલા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp