જ્યાં યોજાઈ ઈશા અંબાણીની સગાઈ તે જગ્યા પર ફરવા માટે જોઈએ આટલા પૈસા...

PC: timesnownews.com

દુનિયાની સૌથી અમિર વ્યક્તિઓમાં જેની ગણતરી થાય છે તેવા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો જશ્ન ત્રણ દિવસ સુધી ઇટાલીના લેકોમોમાં મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આપના મનમાં પ્રશ્ન થયો હશે કે આ જગ્યા પર હરવા-ફરવા માટે કેટલો ખર્ચ થાય?

Image result for Lake Como italy

તો પહેલા વાત કરીએ આ સગાઈ સમારોહનીઃ ત્રણ દિવસ દરમિયાન ચાલનારી આ સગાઈમાં વિવિધ કાર્યક્રમ થવાના છે. આ સમારોહમાં શાનદાર ઇટાલિયન લૂકમાં વેન્યૂને ઇન્ડિયન વેડિંગ થીમ પર સજાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલિવુડ અને હોલિવુડ હસ્તીઓ સહિત મોટી સંખ્યામાં મહેમાનો આવી પહોંચ્યા હતા. 21 સપ્ટેમ્બરે અંબાણી પરિવાર લેકોમો ખાતે પહોંચીને મહેમાનો સાથે ડિનર લીધું હતું. પછી સાંજે એક ડિનર અને ગેસ્ટ સેલિબ્રેશનનું પણ આયોજન કરાયું હતું. શનિવારે સાંજે વિલા ઓલ્મોમાં મહેમાનો ડિનર અને ડાન્સ માટે પણ એકઠા થયા હતા. 23 સપ્ટેમ્બરે કોડ્યુમો ડી કોમો અને ટ્રીટો સોસાલે કોમોમાં મહેમાનો માટે લંચનું આયોજન કરાશે.

Image result for Lake Como italy

ઇટાલીના લોમ્બાર્ડી સ્થિત લે કોમો રોમન કાળથી જ વેપારીઓ અને અમીર લોકોની પસંદગીનુ સ્થળ રહ્યું છે. સાથે જ કેટલીય હસ્તીઓએ અહીં લગ્ન કર્યા છે. દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અહીં જ લગ્નગ્રંથીથી જોડાઈ શકે છે.

Image result for Lake Como italy

ટ્રાવેલિંગ ખર્ચ

એર લે કોમો નજીક મિલાન એરપોર્ટ છે. અહીંની રિટન ટ્રીપ માટે 34થી 48 હજારનો ખર્ચ થાય છે જ્યારે વિકેન્ડમાં આ ખર્ચ ડબલ થઈ જાય છે. મિલાનથી લે કોમો જાવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ ટ્રેન છે. ટ્રેનથી અહીં પહોંચવું સરળ છે. જેના માટે અંદાજે 1600થી 2000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

હોટેલ ભાડું

Image result for Lake Como italy

લે કોમાં તમે પોતાની મરજી પ્રમાણે હોટેલ લઈ શકો છો જેમાં અલગ-અલગ ભાડુ હોય છે. અહીં મીનિમમ રૂ. 4,000થી માંડીને 45 હજાર રૂપિયા સુધીનું ભાડું હોય છે. કેટલીક હોટલ સિક્યોરિટી પેટે પૈસા પણ જમા કરાવે છે.

જમવાનો ખર્ચ

લે કોમો પોતાના પિઝ્ઝા માટે ખૂબ જાણીતું છે. અહીં ઇટાલીનો ટેસ્ટ દરેક હોટેલમાં સરળતાથી મળી રહેશે. ખાવા માટે અહીં ખર્ચ ઘણો વધારે છે, જેમાં તમારે રૂ. 15000 સુધી ખર્ચ કરવા પડી શકે છે.

Related image

અન્ય ખર્ચાઓ

અન્ય ખર્ચાઓમાં 4800 રૂપિયા વિઝા અને અન્યના થાય છે. જો આવવા અને જવાનો સંયુક્ત ખર્ચનો અંદાજ લગાવીએ તો તે 1.35 લાખથી 1.50 લાખ સુધીનો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp