આ બ્રાહ્મણ લગ્નમાં કન્યાદાન નથી કરાવતા, કહે છે દાન વસ્તુનું થાય કન્યાનું નહીં

PC: yourstory.com

આપણા સમાજમાં હંમેશાં લગ્ન કરાવવા માટે પંડિતને બોલાવવામાં આવે છે ત્યારે પુરૂષ પૂજારી જ આ લગ્નની વિધી કરાવતા નજર આવે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે એક મહિલા પૂજારી પણ લગ્ન જેવા વિધિવત કામને સંપન્ન કરાવી રહી છે. આ કાર્ય કરી રહી છે કોલકાતાની પંડિત નંદિની ભૌમિક. પ્રોફેશનમાં સંસ્કૃત પ્રોફેસર અને નાટ્ય કલાકાર નંદિનીની આ નવી પહેલ આજકાલ ખૂબ ચર્ચામાં છે. નંદિની કન્યાદાન જેવા રીતિરિવાજ કરાવતી નથી. તેમના મત પ્રમાણે કન્યા કોઈ વસ્તુ નથી કે જેને દાનમાં આપવાની હોય.

નંદિની સંસ્કૃતના અઘરાં શ્લોકનું બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદ કરીને તેને વાંચે છે, જેથી લગ્ન કરનાર કપલ શ્લોકના સાચા અર્થ સમજી શકે. જે લગ્નમાં નંદિની પૂજારી હોય છે ત્યાં પાશ્વ રવિન્દ્ર સંગીત વગાડવામાં આવે છે. નંદિની છેલ્લા 10 વર્ષથી મહિલા પૂજારીના રૂપમાં લગ્ન કરાવે છે. તેણે અત્યાર સુધીમાં 40 લગ્ન કરાવ્યા છે. પ્રોફેસર અને નાટ્યકાર નંદિની એમ તો ખૂબ વ્યસ્ત રહે છે પણ લગ્ન કરાવવા માટે તે સમય કાઢી લે છે. જાતિ-ધર્મમાં ન માનનારી નંદિનીએ કોલકાતા અને તેની આસપાસના ઘણા એરિયામાં આંતરજાતીય લગ્ન પણ કરાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp