ગુજરાતી કલાકારોએ તૈયાર કર્યું અભિનંદનની વીરતાનું ગીત, સાંભળો

વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી ભારત પરત ફરવાના હતા. ત્યારે આખો દેશ ઉત્સાહમાં હતો, તેમની વીરતાને દર્શાવવા માટે સુરતના 30 જેટલા ગાયક કલાકારોએ 15 દિવસમાં વંદન વંદન વંદન તુમ્હે અભિનંદન ગીત તૈયાર કરાયું છે જે 4 મિનિટનું છે.

સંગીતકાર સુનીલ રેવરના જણાવ્યા અનુસાર ગુજરાતના નામાંકિત સંગીતકારો અને કવિઓનું એક વોટ્સએપ ગ્રુપ છે. જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી ભારત આવવાના હતા, ત્યારે દેશ ઉત્સાહમાં હતો. તે વખતે તુષાર શુક્લે પોતાની રચના વંદન વંદન વંદન તુમ્હે અભિનંદન લખીને વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ મુકી હતી. જે મેં વાંચતા વીરતા દર્શાવતું ગીત બનાવવાનું નક્કી કર્યું હતું, અને ત્યારે જ એનું સ્વરાંકન થઇ ગયું હતું. ત્યારબાદ વિંગ કમાન્ડર અભિનંદનને ટ્રિબ્યુટ આપવા માટે આ ગીતને રેકોર્ડ કરવાનું નક્કી કરાયું. તો વિચાર આવ્યો કે, કોની પાસે ગીત ગવડાવવું. જેથી મેં તાત્કાલિક સુરતના 30 જેટલા ગાયકોને બોલાવ્યા હતા. જે સ્વર સંગીત અકાદમીના વિદ્યાર્થીઓ હતા. અને રેકોર્ડિંગ ચાલુ કર્યું, કપોઝિશન અને ગીતના શબ્દો ખૂબ જ વિરતા દર્શાવતા છે. ગીતનું મ્યુઝિક અરજમેન્ટ સ્વર સંગીત અકાદમીના વિદ્યાર્થી મીત દેસાઇ એ ઓસ્ટ્રેલિયાથી અરજમેન્ટ કર્યું છે. આ ઉપરાંત 30 જેટલા ગાયકોને ગીત કેમ ગવડાવવું તેનું વોકલ અરજમેન્ટ પણ સ્વર સંગીત અકાદમીના વિદ્યાર્થી કેયુર વાઘેલા અને હાર્દિક ટેલરે કર્યું હતું. જ્યારે ગીતની રિધમ અરજમેન્ટ સતીષ રેવરે કરી હતી. ગીતનું રેકોડિંગ સુરતમાં અને મીક્સિંગ અને માસ્ટરિંગ મુંબઈમાં કરાયું છે. વિડીયો ફૂટેજ માટે ઋત્વિજ દેવાશ્રયઇ એ મદદ કરી હતી. ગીતનો વિડીયો શુટ અને એડિટીંગ પ્રતિક ચૌહાણ અને પ્રશાંત પટેલે કર્યું છે. જ્યારે ગીત માટે વિશેષ સહયોગ જગદીશ ઇટાલિયા, દીપક ઠક્કર અને નૈનેશ બુટ્ટીએ આપ્યો હતો. નૃત્ય વિભાગમાં પાયલ ભટ્ટ અને તેમની નૃત્યાંગજલિ ગ્રુપનો સહયોગ મળ્યો છે. આ ગીત તુષાર શુક્લે લખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp