યુવક- યુવતીની ઉંમર આટલી હશે તો જ લીવ-ઇનમાં રહી શકાશે- કેન્દ્રની વિચારણા

PC: https://www.vakilno1.com

 લિવ-ઇન રિલેશનશીપ માટે ઉંમરને લઇને કેન્દ્ર સરકાર ટુંક સમયમાં મહત્ત્વની જાહેરાત કરી શકે છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગેલા જવાબમાં સરકારે લગ્ન અને લીવ-ઇન રિલેશનશીપ માટે ન્યૂનતમ ઉંમર વિશે  આગામી સુનાવણીમાં જવાબ રજૂ કરશે એમ કહ્યું છે.

 શાળા કોલેજની ઉંમરે પુખ્ય બનવાની દલીલ આપીને હાઇકોર્ટમાં  રક્ષણ માટે અરજીના વધતા કેસોને ધ્યાનમાં રાખીને પંજાબ- હરિયણા હાઇકોર્ટે આ વાતની નોંધ લીધી છે અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે લિવ-ઇન રિલેશનશીપ માટે ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને પરિવારની પરવાનગી વગર લગ્ન કરવાની યુવતીની  ન્યૂનતમ ઉંમર 21 વર્ષ કરવા પર આગામી સુનાવણીમાં જવાબ આપી દેવામાં આવશે. છોકરીઓની લગ્ન કરવાની ઓછામાં ઓછી ઉંમર અત્યારે 18 વર્ષની છે, જે 21 વર્ષની કરવા માટે કેન્દ્ર સરકાર ઘણા સમયથી વિચારી રહી છે, હવે આ ન્યૂનતમ ઉંમર લિવ-ઇન રિલેશનશીપ માટે ઓછામાં ઓછા ઉંમર 21 વર્ષની કરવામાં આવશે.

 હાઇકોર્ટમાં  સુરક્ષા સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે ભારતમાં પુખ્તતાનો કાયદો 150 વર્ષ જુનો છે. આ વર્ષો પુરાણા કાયદામાં આજની પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તન કરવાની જરૂર છે. કોર્ટે કહ્યું કે  આજે શાળા- કોલેજમાં ભણવા જવાની જે ઉંમર છે, એમા સંમતિથી બનેલા સંબધોનો મામલામાં પુખ્તતા હોવાની દલીલ આપીને હાઇકોર્ટ પાસેથી સુરક્ષા માંગવામાં આવી રહી છે. હાઇકોર્ટે કહ્યું કે આજની પરિસ્થિતિ અનુસાર આ દિશામાં નિર્ણય લેવો જરૂરી બની ગયો છે. જેના પર હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ સત્યપાલ જૈને હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેઓ આ વિષય પર સંબંધિત મંત્રાલય સાથે ચર્ચા કરશે. તેમણે કહ્યું કે તેઓ બાળ લગ્ન નિષેધ અધિનિયમ અને હિંદુ લગ્ન અધિનિયમમાં લગ્નની ન્યૂનતમ ઉંમર વધારવા તેમાં પરિવારની સંમતિ વગર લગ્ન કરવા માંગતી યુવતીની ઓછામાં ઓછી 21 વર્ષની વયની કરવા અને લિવ- ઇન રિલેશનશીપમાં યુવક અને યુવતી બનેંની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષની કરવા માટે આગામી સુનાવણીમાં હાઇકોર્ટમાં એફિડેવીટ રજૂ કરશે. એનો મતલબ એ થાય કે  લગ્ન કરવા માટે યુવતીની ઉંમર  ઓછોમાં ઓછી 21 વર્ષની હોવી જોઇએ અને લિવ- ઇન રિલેશનશીપમાં યુવક અને યુવતી બનેં 21 વર્ષના હશે તો જ લિવ-ઇનમાં રહી શકશે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp