એક જ ફ્લાઇટમાં મા-દીકરીએ એકસાથે પાયલટ બનીને ઇતિહાસ સર્જ્યો

PC: twitter.com/ERAUWatret/

લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ડેલ્ટા ફ્લાઇટના યાત્રીઓ એ જાણીને નવાઇ પામી ગયા કે એક જ પરિવારના પાયલટ ટીમ સાથે ટેકઓફ કરી રહ્યા છે. આ ફ્લાઇટ લોસ એન્જલસથી એટલાન્ટા માટે ઉડાન કરી રહી હતી.

એટલાન્ટા-બાઉન્ડ ડેલ્ટા બોઇંગ-757 ફ્લાઇટમાં પાયલટની સીટ પર બેસેલી મા અને દીકરીની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. તે બંને ફ્લાઇટની ક્રુ મેમ્બર છે. ફ્લાઇટમાં મા કેપ્ટનનું પદ સંભાળી રહી છે જેમનું નામ વેંડી રેક્શન છે જ્યારે તેમની દીકરી ફર્સ્ટ ઓફિસરના પદ પર છે. આ અવસર પર ડેલ્ટા ફ્લાઇટે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું કે ફ્લાઇટમાં ક્રુ પરિવારનું લક્ષ્ય

મા-દીકરીનો જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે એમ્બ્રી-રિડલ વર્લ્ડવાઇડના ચાન્સલપ જોન આર. વેટ્ટુ દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે ત્યારબાદ આ ફોટોને ટ્વીટર પર શેર કર્યો હતો.

એરલાઇન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, ફ્લાઇટમાં વેટ્રુટ પણ યાત્રા કરી રહ્યા હતા. તેમણે કોકપીટમાં મા-દીકરી વચ્ચેની વાત સાંભળી લીધી હતી. ત્યાર બાદ તેમને ખબર પડી કે ફ્લાઇટ ઉડાડનાપા મા-દીકરી છે જે અદ્ભુત વાત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp