સાસંદ સી, આર. પાટીલની રજૂઆત ફળી ભાટીયા ટોલ નાકા પર બનેં બાજુ બે લાઇન શરૂ

PC: Khabarchhe.com

ફાસ્ટેગની સિસ્ટમ શરૂ થયા પછી ટોલનાકા પર એક જ લેન કેશ માટે હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. તેને નિવારવાની માગ લાંબા સમયથી હતી પરંતુ કોઇ પગલા લેવાયા ન હતા. ભાટીયા ટોલનાકા પર લાગતી લાંબી લાઇનની સમસ્યા નિવારવા સુરત- નવસારીના સાસંદ સી.આર. પાટીલની રજૂઆત ફળી છે અને ભાટીયા ટોલનાકાના અધિકારીઓએ ગુરુવારથી બનેં બાજુ કેશની બે લાઇન શરૂ કરી દીધી છે.

ભાટીયા ટોલનાકાના અધિકારીઓ સાથે સુરત જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં સાસંદ સી.આર. પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી, સંગીતા પાટીલ તથા ઝંખના પટેલ હાજર રહ્યા હતા.સી.આર. પાટીલે 24 કલાકમાં કામગીરી શરૂ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતુ. જેની અસર રૂપે ભાટીયા ટોલનાકા પર બે લાઇન શરૂ થઇ શકી હતી.

બુધવારે સાંસદસી આર પાટીલ ની આગેવાનીમાં ધારાસભ્ય હર્ષ સંઘવી  તથા  ધારાસભ્ય  સંગીતાબેન પાટીલ  અને ઝંખના પટેલ ભાટીયા ટોલ નાકા ના વિષયને લઈને કલેક્ટર તથા ટોલનાકાના અધિકારીઓ જોડે એક સંકલન બેઠક કરવામાં આવી હતી.

જેમાં સાંસદ સી.આર. પાટીલ દ્રારા  દ્વારા ટોલનાકા પર થતી લાંબી લાઈનો ના લીધે શહેરીજનોને પડતી તકલીફો વિષે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ટોલનાકાના પ્રતિનિધિઓને 24 કલાકમાં બીજી લાઈન ખોલવા  માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના અનુસંધાનમાં ગુરુવારથી બનેં બાજુની બે લાઇન કેશ માટે શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp