ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીને રોકવા નવી સ્ટ્રેટેજી

PC: news-medical.net

ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે તેમજ વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે ત્યારે વધુ ડ્રગ્સ આવે નહીં તે માટે અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા રાજ્યમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઓપરેશન કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ મારફતે સંયુક્ત રીતે કરવામાં આવશે. આ એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ સામે પગલાં લેશે. આ દિશામાં એક મહા અભિયાન શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

હેરોઈન, ચરસ, એમડી ડ્રગ્સ , મેથાફેટામાઈન સહિતના ડ્રગ્સની તસ્કરી વધી જવા પામી છે. રાજયની એટીએસ, એનસીબી, કસ્ટમ્સ તથા રેવન્યૂ ઈન્ટેલીજન્સ સહિતની એજન્સીઓ રાજયના વિવિધ મોટા બંદરો, કાર્ગો કોમ્પલેકસ, તથા આયાતી બંધ પડી રહેલા કે કન્ટેનરોની તપાસ હાથ ધરશે.

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વ્રારા મદ્યદરિયમાં ડ્રગ્સ જપ્ત કરવાના ઓપરેશન હાથ ધરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સચિવાલયના ગૃહ વિભાગના સૂત્રોએ કહયું હતું કે મહદ અંશે અફધાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટ સામે પણ પગલા લેવાયા છે, જેના કારણે ઈરાનથી આવતા ડ્રગ્સને બ્રેક વાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp