સરકારના સરવેમાં ખુલાસો- આ શહેરમાં કોન્ડોમનો ઉપયોગ થઈ ગયો છે બમણો...

PC: twitter.com

નેશનલ ફેમિલી હેલ્શ સરવે-5ની એક રિપોર્ટ મુજબ ભારતમાં બર્થ કન્ટ્રોલ અને સેફ સેક્સ માટે કોન્ડોમનો વધુ પડતો ઉપયોગ થવા લાગ્યો છે. બર્થ કન્ટ્રોલ માટે હવે લોકો દાદીમાના નુસખાની જગ્યાએ હવે સાયન્સ-મેડિકલને ફોલો કરીને કોન્ડોમનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. પ્રેગ્નન્સીથી બચવા માટે માર્કેટમાં ઘણી દવાઓ ઉપલબ્ધ છે. મહિલાઓ આવી ઘણાં ઉપાયોનો સહારો લઈ રહી છે, પરંતુ એ સાથે જ પુરુષોમાં કોન્ડોમનો ઉપયોગ પણ વધ્યો છે.

નેશનલ ફેમિલી હેલ્ધ સરવેએ તેમનો પાંચમો રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જાણવા મળ્યુ છે કે લોકો હવે પ્રેગ્નન્સીને લઈને ખૂબ જ સતેજ થઈ ગયા છે. આ માટે ગર્ભનિરોધકનો ઉપયોગ પણ એટલો જ વધ્યો છે. 2016ના એક સરવે મુજબ મહારાષ્ટ્રના અંતરિયાળ અગિયાર જિલ્લામાં ગર્ભનિરોધક પ્રોડક્ટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા 72 ટકા હતી. નવા રિપોર્ટમાં હવે આ જિલ્લાઓમાં 78 ટકા પુક્તવયના લોકો કોન્ડોમ જેવા ગર્ભનિરોધક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

બર્થ કન્ટ્રોલના ઉપયોગમાં મહારાષ્ટ્રનું નાગપુર સૌથી ટોચ પર છે. અહીં, 84 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીં કોન્ડોમનો ઉપયોગ બે ઘણો વધુ થઈ ગયો છે. પહેલાં અહીં 7.1 ટકા કોન્ડોમનો ઉપયોગ થતો હતો જે હવે 14.1 ટકા થઈ ગયો છે. મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં પણ હવે કોન્ડોમનો ઉપયોગ ત્રણ ઘણો વધી ગયો છે.

2016માં નેશનલ ફેમિલી હેલ્ધ સર્વિસના ચોથા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના અંતરિયાળમાં 7.1 ટકા લોકો કોન્ડોમનો ઉપયોગ કરતાં હતા ત્યારે મહિલાઓમાં ગર્ભનિરોધક દવાઓ લેવાની સંખ્યા 2.4 ટકા હતી. જોકે હવે કોન્ડોમનો ઉપયોગ વધુ થતાં ગર્ભનિરોધક દવાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે, ફક્ત 1.7 ટકા લોકો આ દવાનો ઉપયોગ કરે છે.

આ કોન્ડોમનો ઉપયોગ ફક્ત બર્થ કન્ટ્રોલ માટે જ નહીં, પરંતુ પ્રી-મેરિટલ સેક્સ માટે પણ કરવામાં આવે છે. લગ્ન બાદ બર્થ કન્ટ્રોલ માટે લોકો ઘણાં ઉપાયો અપનાવે છે, પરંતુ પ્રી-મેરિટલ સેક્સ માટે લોકો સૌથી પહેલાં કોન્ડોમનો સહારો લે છે. લગ્ન પહેલાં સેક્સ કરવા માટે પણ યુવાનોમાં હવે કોન્ડોમનો ઉપયોગ કરવાનું પ્રમાણ વધ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp