ભારતના ઓફબીટ ટ્રાવેલ ડેસ્ટીનેશનમાં સામેલ છે પબ્બર વેલી, જાણો તેના વિશે

PC: cloudfront.net

ભારતમાં ઓફબીટ ટ્રાવેલ કરવાનું પસંદ કરતા લોકો માટે ઘણી જગ્યાઓ છે. ઓફબીટ ટ્રાવેલને લોકો હાલમાં ઘણું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રેકિગ કરવાનું પસંદ કરતા અથવા ભીડભાડવાળી જગ્યાને બદલે શાંતિની જગ્યા પસંદ કરનારા લોકો માટે બેસ્ટ છે. હિમાલયમાં એવી ઘણી જગ્યાઓ છે જે ઓફબીટ ટ્રાવેલ માટે જાણીતી છે. તેમાંની એક છે પબ્બર વેલી.

આ જગ્યા અંગે ઘણા ઓછા લોકોને ખબર હશે. આ જગ્યા તમને કુદરત સાથે સીધો સંબંધ કરાવશે. હિમાચલમાં આવેલી આ સુંદર વેલીમાં તમને પકૃતિના હજારો રંગ જોવા મળશે. પોતાની સાથે સમય પસાર કરવા અથવા તો માત્ર કુદરતને માણવા માટેની આ સૌથી બેસ્ટ જગ્યા છે.

આ પબ્બર વેલીમાં તમને એક તરફ દેવદાર અને બીજી તરફ ઓકના ઝાડ જોવા મળશે. ખળ-ખળ કરતી નદી અને ઝરણાં આ જગ્યાને વધારે સુંદર બનાવી દે છે. જેવી રીતે કોઈ સુંદર ચિત્રકાર પોતાના ચિત્રમાં તમામ રંગોને એક સાથે ભરીને ચિત્ર બનાવતો હોય તેમ તમને અહીં દરેક રંગોની સાથે કુદરતનું બેસ્ટ વર્ઝન જોવા મળશે.

પબ્બર વેલીમાં કુદરતીની ખુબસુરતીની સાથે અહીં આવેલું રિઝર્વ ફોરેસ્ટ અને નેચર પાર્ક જોવાની પણ એક અલગ મજા છે. કુદરતી દ્રશ્યો સિવાય આ જગ્યા ટ્રેકિંગ કરવા માટે પણ જાણીતી છે. નાના નાના ગ્રુપમાં ટ્રેકિંગ કરવાનું પસંદ કરતા લોકો અહીંના ગડસરી, જંગલિક, રૂપિન પાસ, રોહરુ અને ખારા પથ્થર જેવા ટ્રેક કરી શકે છે.

કુદરતની સાથે તમને અહીંના લોકોના ઘર થી લઈને તેમની સંસ્કૃતિ અંગે પણ જાણવાની ઘણી મજા આવશે. તેઓ કેવી રીતે તેમનું જીવન જીવે તેને પણ તમે તેમના ઘરમાં રહીને માણી શકો છો. આ વેલીના લોકો ઘણા મળતાવડા સ્વભાવના હોય છે અને તે અહીં આવનારા લોકોને તેમના ઘરમાં આવવા માટેનું આમંત્રણ પણ પાઠવે છે.

પબ્બર વેલીમાં તમને મોટેભાવે દેવદાર અને ઓકના ઝાડ જોવા મળશે. તેમને જોઈને એવું લાગશે કે ઉપરવાળાએ ઘણી ફુરસતથી તેમની રચના કરી છે. તમારી નજર જ્યાં સુઝી જઈ શકે ત્યાં સુધી તમને માત્ર પર્વતો અને બરફ જ દેખાશે. અહીંના સનારીઝ અને સનસેટ જોવાની મજા ચોક્કસથી માણવી જોઈએ. આ જગ્યાની મુલાકાત તમે ક્યારેય પણ લઈ શકો છો, માત્ર ચોમાસા શક્ય હોય તો તેની સફર કરવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp