પદ્માસન અને વક્રાસનથી 2 મહિનામાં સાંધાના દર્દ ગાયબ, 72 દર્દીઓમાં થયો સરવે

PC: agoramedia.com

આર્થરાઈટીસ (સાંધાના દર્દ)થી પીડાતા કરોડો દર્દીઓને યોગ દ્વારા આઠ સપ્તાહમાં રાહત મળી શકે છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) દિલ્હીની નવી શોધ પ્રમાણે પદ્માસન અને વક્રાસન આના માટે સૌથી વધારે ફાયદાકારક છે. એટલુ જ નહિં યોગ ડિપ્રેશનને પણ ઓછું કરે છે. શોધ ટીમનું નેતૃત્વ કરનાર AIIMSના એનેટોમી વિભાગના અકિલા પ્રોફેસર ડોકટર રીમા દાદાએ જણાવ્યું કે આ અભ્યાસ આર્થરાઈટીસના 72 દર્દીઓ પર કરાયો હતો. તેમને બે વિભાગમાં વહેંચી દેવાયા હતા.

એક વિભાગમાં દવા લેવાની સાથે યોગ પણ કરતા હતા તેવા લોકો હતા અને બીજા વિભાગમાં ફકત દવા લેતા હતા તેવા લોકો હતા. બે અઠવાડીયા પછી જાણવા મળ્યું કે દવાની સાથે સાથે યોગ કરનાર દર્દીઓમાં દુઃખાવામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને ડિપ્રેશનના લક્ષણોમાં પણ ઘટાડો થયો હતો. ડૉ. રીમાના કહેવા મુજબ આર્થરાઈટીસનો ઈલાજ કરતી વખતે યોગને પૂરક ચિકિત્સા તરીકે ઉપયોગમાં લેવો જોઈએ.

ભારતમાં આર્થરાઈટીસના 18 કરોડ દર્દીઓ ભારતમાં

લગભગ 18 કરોડ લોકો આર્થરાઈટીસથી પીડાય છે. બ્રિટનમાં લગભગ 4 લાખ અને અમેરીકામાં આના 1.3 લાખ દર્દીઓ છે. આ રોગ પુરૂષો કરતા મહિલાઓને 3 ગણો વધારે થાય છે. રૂમેટોયડ આર્થરાઈટીસ તેનું સૌથી પ્રચલિત રૂપ છે તે 40થી 50 વર્ષની વયે શરૂ થાય છે. તે શાના કારણે થાય છે તેના કોઈ ચોક્કસ કારણો નથી પણ ધુમ્રપાન, વધારે પ્રમાણમાં માંસાહાર અને કોફી પીનારાઓ આનો શિકાર વધારે બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp