ઘરે બનાવો સૌને પસંદ આવે તેવા પનીર સ્પ્રીંગ રોલ

PC: merisaheli.com

સર્વિંગઃ 4

કુલ સમયઃ 20 મિનિટ

સામગ્રીઃ

1 ટે.સ્પૂન તેલ

1 ½ ટે.સ્પૂન ઝીણું સમારેલુ લસણ

2 લીલાં મરચાં સમારેલા

1 સ્લાઈસ કરેલો કાંદો

½ સ્લાઈસ કરેલું કેપ્સિકમ

1 ઊભી સ્લાઈસ કરેલું ગાજર

½ કપ ઊભી સ્લાઈસ કરેલી કોબીજ

1 ½ ટે.સ્પૂન સેઝવાન સોસ

1 ટે.સ્પૂન ટોમેટો કેચઅપ

1 ટે.સ્પૂન સોયા સોસ

1 સ્પ્રીંગ ઓનિયન

300 ગ્રામ ઊભી સ્લાઈસ કરેલું પનીર

1 ½ ટે.સ્પૂન મેંદો

ચપટી મીઠું

તૈયાર રોટલી

બનાવવાની રીતઃ

એક પેનમાં તેલ લઈ તેમાં લસણ અને બાકીના તમામ શાકભાજી લઈને તેને 5 મિનિટ સુધી થવા દો. પછી તેમાં સેઝવાન સોસ, કેચઅપ, સોયા સોસ નાખીને સરખી રીતે મિક્સ કરી 2-3 મિનિટ સુધી થવા દો. હવે તેમાં પનીરની સ્લાઈસ નાખી સરખી રીતે હલાવી લો. ગેસ બંધ કરી એકબાજુએ મૂકો. હવે એક વાડકીમાં મેંદો લઈ તેમાં તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરી તેની સ્લરી બનાવી એકબીજે મૂકો. હવે તૈયાર રોટલી લઈ તેમાં વચ્ચે પનીરનું સ્ટફીંગ ભરી તેનો રોલવાળી બંને બાજુએથી તૈયાર કરેલી મેંદાની સ્લરીથી સીલ કરી બાકીના રોલ પણ તેવી રીતે તૈયાર કરી લો. પછી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી સર્વિંગ ડિશમાં તેના બે ભાગ કરી સર્વ કરો. ઉપરથી તમે કોબીજ અને સ્પ્રીંગ ઓનિયનથી ગાર્નિશ કરી શકો છો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.