મકર સંક્રાંતિ: આ દિવસે સવારે વહેલા ઉઠીને કરો આ 5 શુભ કામ, વધશે સુખ-સમૃદ્ધિ

PC: amarujala.com

આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ નહીં પરંતુ 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવશે. જ્યારે સૂર્ય ધનુથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર માનવવામા આવે છે. 14 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે સૂર્ય રાશિ બદલશે, આ કરણથી બીજા દિવસે એટલે 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે. આ સંબંધમાં ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં, મનીષ શર્માના અનુસાર મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ, સારી સિદ્ધિ અને રવિ યોગ પણ રહેશે. આ ત્રણ જ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં પૂજા-પાઠ કરવાથી શુભ ફળ મળવાનો યોગ બને છે.

સૂર્ય થશે ઉત્તરાયણ

મકર સંક્રાંતિથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થઈ જશે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશવાથી અધિક માસ સમાપ્ત થશે. જેથી શુભ કાર્ય ફરીવાર શરૂ થઈ જશે. સૂર્ય જ્યારે મકર, કુંભ, મીન, મેષ, વૃષ, અને મિથુ રાશિમાં સૂર્ય રહે છે ત્યારે આ ગ્રહ ઉત્તરાયણ થાય છે. જ્યારે સૂર્ય શેષ રાશિઓ કર્ક, સિહ, કન્યા, તુલા, વૃશ્વિક અને ધનુ રાશમાં રહે છે ત્યારે દક્ષિણાયન થાય છે.

સુખ-સમૃદ્ધિ માટે મકર સંક્રાંતિ પર કરો આ ઉપાય

  • મકર સંક્રાંતિ પર સવારે વહેલા ઉઠી સ્નાન કરતા સમય તમામ પવિત્ર તીર્થો અને નદીઓના નામનો જાપ કરે. જેથી ઘર પર જ તીર્થ સ્નાનુ પુણ્ય મળશે.
  • સ્નાન કર્યા બાદ તાંબાના લોટામા લાલ ફૂલ અને ચોખા ઉમેરી સૂર્ય દેવને જળ અર્પણ કરો. સૂર્ય મંત્ર ૐ સૂર્યાય નમ:નો જાપ 108 વાર કરો.
  • તુલસીને પાણી અર્પણ કરો અને પરિક્રમા કરો.
  • કોઇ મંદિરમાં ગોળ અને કાળા તલનુ દાન કરે. ભગવાનને ગોળ-તલના લાડુનો પ્રસાદ ચઢાવો અને બાદમાં લોકોને પ્રસાદનુ વિતરણ કરો.
  • કોઇ શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર કાળા તલ ચઢાવી જળ અર્પણ કરો. ૐ સાંબ સદા શિવાય નમ: મંત્રના જાપ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp