પુતિનની દીકરી ઇગોર ઝેલેન્સ્કીને 50 વખત મળવા ગઈ

PC: facebook.com

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રી કેટેરીના તિખોનોવાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, પુતિનની પુત્રી ઝેલેન્સ્કીને ડેટ કરી રહી છે અને 50 વખત મળવા ગઇ છે. જાણવા મળેલી માહિતી મુજબ કેટરીના ઝેલેન્સ્કીના બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે. આ વાંચીને તમે એક વખત ચોકક્સ ચોંકી ગયા હશો, કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ પણ ઝેલેન્સ્કી છે. પણ કેટરીના જેને પ્રેમ કરી રહી છે કે જર્મનીનો બેલે ડાન્સર છે અને તેનું નામ ઇગોર ઝેલેન્સ્કી છે.

ઝેલેન્સ્કીને મળવા માટે, પુતિનની પુત્રી કેટરીના બે વર્ષમાં 50 થી વધુ વખત મ્યુનિચ, જર્મની ગઈ હતી.

 ઝેલેન્સકી એક પ્રોફેશનલ બેલે ડાન્સર અને ડાયરેકટર છે. યુક્રેન પર હુમલો કરવાના પુતિનના નિર્ણયથી તેની આસપાસના લોકોને પણ અસર થઈ છે. તેની અસર પુતિનની પુત્રી તિખોનોવા પર પણ પડી, યુદ્ધને કારણે, તે તેના બોયફ્રેન્ડને મળવા મોસ્કોથી મ્યુનિક જઈ શકતી નથી, કારણ કે તેની સાથે રશિયન ગુપ્તચર સુરક્ષા ગાર્ડ હમેંશા સાથે હોય છે. ઝેલેન્સકીના યુક્રેનિયન પ્રમુખ વોલોડીમીરઝેલેન્સ્કી સાથે કોઈ સંબંધ નથી, બસ બંનેની સરનેમ સરખી છે. સમાચાર અનુસાર, પુતિનની પુત્રી અને ઝેલેન્સકીને એક બાળક થવાનું છે.

બંને છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં છે. રશિયન મીડિયા આઉટલેટ iStories અને જર્મન મેગેઝિન Der Spiegel દ્વારા સંયુક્ત તપાસમાં આ વાત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, પુતિનની પુત્રી 2018 થી 2019 વચ્ચે 50 થી વધુ વખત મ્યુનિચ ગઈ હતી.

1986માં જન્મેલી કેટેરીના પુતિનની નાની દીકરી છે. તેનો પ્રથમ સંબંધ સફળ રહ્યો ન હતો. તેણીના પ્રથમ લગ્ન રશિયાના સૌથી યુવાન અબજોપતિ કિરીલ શામાલોવ સાથે થયા હતા, પરંતુ આ સંબંધ એક વર્ષ પણ ટકી શક્યો નહોતો. બંનેએ 2017માં અલગ થવાનો નિર્ણય લીધો હતો. આ પછી, કેટેરીના એક બેલે ડાન્સર સાથે સંબંધમાં આવી ગઈ. 

બેલે ડાન્સર ઝેલેન્સકીની ભૂતપૂર્વ પત્ની કોરિયોગ્રાફર યાના સેરેબ્રાયકોવા હતી, જેની સાથે તેને બે પુત્રીઓ અને એક પુત્ર હતો.

યુક્રેન યુદ્ધ સુધી પુતિનના પરિવાર વિશે બહુ જાણકારી બહાર આવતી નહોતી,પરંતુ હવે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુક્રેન યુદ્ધ બાદ તેમનું અંગત જીવન અને પરિવાર રડાર હેઠળ આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp