તમને રોજ થાક લાગવા પાછળનું શું કારણ છે તે જાણી લો...

PC: vix.com

મોટાભાગના લોકોને હંમેશાં થાક લાગવાની ફરિયાદ કરતા જોવા મળે છે. એવા લોકોના ચહેરા પર હંમેશાં ઉદાસી જોવા મળે છે. ન તો તેમનું કોઈ કામમાં મન લાગતું હોય છે ન તો તેઓ કોઈ કામ સરખી રીતે કરી શકતા હોય છે. થાક લાગવાના ઘણા કારણ હોઈ શકે છે. આ બધા આપણા શરીરમાં થતા પરિવર્તનને લીધે લાગે છે. આની પાછળ ઘણા કારણ છે, તો ચાલો જોઈ લઈએ થાક લાગવા પાછળના શું કારણ હોઈ શકે.

પાણી ઓછું પીવું

ડીહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમીને લીધે પણ શરીરમાં થાક લાગે છે. જેનાથી આપણને કોઈ કામમાં મન લાગતું નથી. તે સિવાય વધારે મીઠાવાળા પદાર્થ ખાવાને લીધે પણ શરીર તેની એનર્જી ઝડપથી ગુમાવવા લાગે છે અને તેને લીધે તમને થાક લાગે છે. આવું થતું અટકાવવા માટે તમારે હર્બલ ટી, નારિયેળ પાણી અથવા તો ફ્રુટ જ્યુસ પીવા જોઈએ.

વિટામીન અને આયર્નની કમી

શરીરને તંદુરસ્ત રાખવામાં વિટામીન B-12 અને આયર્નનો ઘણો મોટો રોલ છે. પરંતુ જો તમારા શરીરમાં આ બે તત્ત્વોની કમી છે તો તમને થાક અને સુસ્તી લાગે છે. શરીરમાં B-12 બ્લડ સેલ્સને તેનું કામ કરવામાં મદદ કરે છે. પરંતુ જો તમારામાં B-12ની કમી હશે તો તમે આખો દિવસ કમજોરીની અવસ્થામાં જ રહેશો. તેની કમી દૂર કરવા માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે તેનો ઈલાજ કરાવો જોઈએ.

યુરિનરી ઈન્ફેક્શન

લાંબા સમય સુધી પેશાબને રોકીને રાખવું, જલન અથવા પેશાબ સાથે જોડાયેલી કોઈ સમસ્યા શરીરમાં સુસ્તી અને થાકનું કારણ હોઈ શકે છે. તે માટે તમારે યુરિનરી ઈન્ફેક્શનનો ઈલાજ કરાવવો ઘણો જરૂરી છે. ડૉક્ટરની મદદથી એન્ટીબાયોટીક લઈ શકો છો.

રેગ્યુલર કસરત કરતા ના હોવ

સામાન્યથી વધારે કસરત કરવી અથવા તો બિલકુલ કસરત ન કરવું પણ થાક લાગવાના કારણોમાનું એક હોઈ શકે છે. જો તમે જરાય કસરત કરતા નથી, તો તમારું શરીર તણાવને સહન કરવા માટે સક્ષમ નથી રહેતું અને જો તમે તમારી ક્ષમતા કરતા વધુ કસરત કરો છો તો પણ તમને થાક લાગી શકે છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp