Recipe: બનાના વોલનટ મફીન્સ

PC: ggpht.com

સર્વિંગઃ 2

કુલ સમયઃ 45 મિનિટ

સામગ્રીઃ
2 કપ મેંદો
2 1/2 ટે.સ્પૂન બેકિંગ પાવડર
1/2 કપ બેટર
1 1/2 કપ ખાંડ
1 કપ મેશ કરેલું કેળું
1/4 કપ સમારેલી અખરોટ
1 ટે.સ્પૂન વેનિલા એસેન્સ
1/4 ટી.સ્પૂન મીઠું
1/2 ટી.સ્પૂન બેકિંગ સોડા

બનાવવાની રીતઃ
એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મીઠું નાખી મિક્સ કરી લો. પછી બીજા બાઉલમાં બટર, ખાંડ, કેળા, ્ખરોટ અને વેનિલા એસેન્સ નાખીને મિક્સ કરી લો. હવે આ બેટરમાં લોટવાળું મિશ્રણ ધીરે ધીરે નાખી બીટ કરી લો. હવે તૈયાર થયેલા બેટરને મફીન કપ્સમાં આઈસક્રીમ સ્કુપની મદદથી ભરી પ્રી-હીટ કરેલા ઓવનમાં 180 ડિગ્રીએ 15-20 મિનિટ સુધી થવા દો. પછી સળીની મદદથી ચેક કરી લો. મફીન્સ તૈયાર થઈ ગયા હોય તો તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડી કરી સર્વ કરો. તમે ચાહો તો ઉપર વ્હીપીંગ ક્રીમથી ડેકોરેટ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.