Recipe: બ્રાઉન બ્રેડ દહીં વડા

PC: annapurnaz.in

સર્વિંગઃ 4

કુલ સમયઃ 15 મિનિટ

સામગ્રીઃ
8 નંગ બ્રાઉન બ્રેડ સ્લાઈસ
3/4 કપ દહીં
1 ટે.સ્પૂન સંચળ પાવડર
1 ટે.સ્પૂન લાલ મરચું પાવડર
1 ટી.સ્પૂન જીરું પવાડર
મીઠું સ્વાદ પ્રમાણે
1/2 કપ છાશ
દળેલી ખાંડ જરૂર પ્રમામે
લીલી ચટણી જરૂર મુજબ
ખજૂર-આમલીની ચટણી જરૂર મુજબ
દાડમના દાણા જરૂર મુજબ

બનાવવાની રીતઃ
બ્રેડના ચારેબાજુની કિનારીઓ કાપી નાખો. પછી બ્રેડને એક બાઉલમાં લઈ તેનો ભૂકો કરી તેમાં સંચળ પાવડર, લાલ મરચું, જીરું પાવડર, મીઠું અને છાશ નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે આ તૈયાર થયેલા મિશ્રણના સરખા ભઆગ કરી તેના બોલ્સ બનાવી દો. હવે એક બાઉલમાં દહીં અને ખાંડને સરખી રીતે મિક્સ કરી થોડી વાર માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો. હવે સર્વિંગ ડીશમાં પહેલા તૈયાર કરેલા વડા મૂકો. તેની ઉપર ખાંડવાળું દહીં, લીલી અને ખજૂર-આમલીની ચટણી નાખો. તેની ઉપર મરચું પાવડર, સંચળ પાવડર અને દાડમના દાણા નાખો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.