આ કારણોસર સમય કરતા પહેલા અને નબળાં જન્મી રહ્યા છે બાળકો, જાણી લો ઉપાય

PC: abcnews.com

આ કારણોસર નબળાં અને સમય કરતા પહેલા બાળકો જન્મી રહ્યા છે, તેમાં ખનિજ સેલેનિયમની ઉણપ હોવી એ સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. આ વાતનો દાવો વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવ્યો છે. વિશેષજ્ઞોએ આ સંશોધન માટે ખૂબ જ ઓછાં વજન સાથે જન્મેલા 126 બાળકોનો અભ્યાસ કર્યો હતો, અને તેમની આવી અસ્થાનું કારણ સીરમ સેલેનિયમ લેવલ ઓછું હોવાનું જાણવા મળ્યું હતુ. સંશોધનમાં સામેલ 75 ટકા નવજાતનું મૃત્યુ થઈ ગયુ હતુ. આ અધ્યયનના આધાર પર ચિકિસ્તકોએ ગર્ભવતી મહિલાઓમાં સેલેનિયમ લેવલની નિરંતર તપાસ અને તેને સુધારવાની ભલામણ કરી છે.

સેલેનિયમ એક તત્વ હોય છે, જે શરીરમાં ખૂબ ઓછી માત્રામાં રહીને પોષક તત્વોના નિર્માણમાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે, એવા ક્ષેત્રો જ્યાં માટી સૂકી અને પાણીની ઉણપ રહેતી હોય, ત્યાં સેલેનિયમ લેવલ સામાન્ય કરતા વધુ રહે છે. પરંતુ જ્યાં પાણી વધુ હોય અને માટી ભીની રહેતી હોય તો તેનું સ્તર ઓછું થતુ જાય છે. પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં આ સ્તર ખૂબ જ નીચુ રહે છે.

અધ્યયનમાં સામેલ કરાયેલા નવજાત બાળકોમાં સીરમ સેલેનિયમ લેવલ 9.49 માઈક્રોગ્રામ મળી આવ્યુ હતુ અને બાળકીઓમાં 9.86 માઈક્રોગ્રામ જોવા મળ્યું હતું. તેમજ સરેરાશ 30 અઠવાડિયાની સરેરાશ પહેલા જન્મેલા બાળકોમાં સેલેનિયમ લેવલ સરેરાશ 8.9 હતું.

ગર્ભવતી મહિલાઓમાં સેલેનિયમના લેવલની તપાસ સમયસર કરવી જોઈએ. જો માતામાં તે લેવલ ઓછું હોય તો તેની ઉણપને દૂર કરવા માટે સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ. આ ઉપરાંત, આહારમાં ઘઉં તેમજ અનાજ, કેળા, પાલક, દૂધ તેમજ દહીં, માછલી, ઈંડા, કાજુ, મશરૂમ, સૂર્યમુખીના બી, બ્રાઉન રાઈસનો સમાવેશ કરવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp