1985 vs 2022નું રેસ્ટોરાં બિલ, બિલ જોઇને આવી જશે તેના પર તમારું દિલ

PC: twitter.com

સોશિયલ મીડિયા પર એક 37 વર્ષ જુનું રેસ્ટોરન્ટ બિલ ઘણું વાયરલ થઇ રહ્યું છે. આ બિલ એક રેસ્ટોરન્ટમાં જમવાનું છે. લોકો એ આઇટમ સાથે આજના સમયના બિલનું કંપેરિઝન કરી રહ્યા છે. બન્ને બિલને જોઇએ તો, એક બિલ 1985નું છે અને બીજું બિલ 2022નું છે. પછી કિંમત પર નજર નાંખો, મોંઘવારીનો અંદાજ આવી જશે. 1985માં 8 રૂપિયાનું શાહી પનીર આજે 329 રૂપિયાનું છે એટલે કે, 40 ગણા કરતા પણ વધારે. 5 રૂપિયાની દાલ મખની આજે 399 રૂપિયાની છે એટલે કે, 38 વર્ષમાં કિંમત 80 ગણાથી પણ વદારે વધી ગઇ છે. ત્યારે 5 રૂપિયામાં મળતા રાઇતા માટે આજે 139 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. ત્યારે, 26 રૂપિયામાં આવતી થાળી માટે આજે 1200 રૂપિયાથી પણ વધારે ખર્ચવા પડે છે.

તમે તમારા માતા પિતા કે અન્ય લોકો પાસેથી સાંભળ્યું હશે કે પહેલા ખાવા પીવાની વસ્તુઓ ઘણી સસ્તી હતી. આપણા ઘરમાં ઘણી વખત ચર્ચા થાય છે કે, પહેલા ફક્ત 5 રૂપિયામાં થેલો ભરીને શાકભાજી આવતું હતું. આ વાતો પર વિશ્વાસ કરવો હાલ મુશ્કેલ લાગે છે. કારણ કે, આજે જો બજારમાં શાકભાજી લેવા જઇએ તો 500 રૂપિયા ક્યાં ખર્ચ થઇ જાય તેની ખબર નથી પડતી.

આ બિલ વર્ષ 1985ના એક રેસ્ટોરન્ટનું છે. બિલમાં શાહી પનીર, દાલ મખની, રાયતું અને રોટલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આ વસ્તુઓનું લિસ્ટ જોઇને તમે હેરાન રહી જશો. એ સમયે શાહી પનીર ફક્ત 8 રૂપિયામાં મળતું હતું. જ્યારે, દાલ મખની અને રાયતું ફક્ત 5 રૂપિયામાં મળતું હતું. તેના સિવાય રોટલીની કિંમત તો એક રૂપિયાથી પણ ઓછી હતી. એક રોટલીની કિંમત 70 પૈસા હતી. કુલ મળીને આ આખુ બિલ 26 રૂપિયા 30 પૈસાનું છે. તેમાં 2 રૂપિયા સર્વિસ ચાર્જ પણ સાથે જ છે. આ એક સારા રેસ્ટોરન્ટનું બિલ છે. હવે તમે વિચાર કરી શકશો કે, સામાન્ય રેસ્ટોરન્ટમાં આ વાનગીઓની કિંમત કેટલી હશે.

જો 1985ના આ બિલને આજના બિલ સાથે સરખાવવામાં આવે તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેને સરખાવવા માટે ખાવાનાની એજ વાનગીઓનો ફરીથી ઓર્ડર કર્યો. આજની તારીખમાં આપણને આ વાનગીઓ 1260 રૂપિયામાં મળી છે. આપણને શાહી પનીર 329 રૂપિયા, દાલ મખની 399 રૂપિયા, રાયતું 139 રૂપિયા અને શાહી પનીર 329 રૂપિયામાં મળી છે. તે સિવાય ટેક્સ પણ ઘણો આપવો પડે છે. જો આ બન્ને બિલને જોવામાં આવે તો 1985થી અત્યાર સુધી આ વાનગીઓના ભાવમાં 48 ગણો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp