ચાલો આજે બનાવીએ નવી રીતના પીઝા

PC: i2.wp.com

 

નોર્મલી આપણે પીઝા બનાવવા માટે માર્કેટમાંથી પીઝાના સ્પેશીયલ બ્રેડ લઈને આવીએ છીએ પરંતુ આજે આપણે એવા પીઝા તૈયાર કરીશું જેને તૈયાર કરવા માટે આપણે પીઝા બ્રેડ નહિ પરંતુ સેન્ડવીચ બ્રેડનો ઉપયોગ કરીશું. તો ચાલો જાણીએ કેવી રીતે તૈયાર થાય છે ટેસ્ટી અને યમ્મી સેન્ડવીચ બ્રેડ પીઝા. 

સામગ્રી:

  • છ નંગ સેન્ડવીચ બ્રેડ
  • અડધો કપ અમેરિકન મકાઇ
  • એક નંગ સમારેલું શિમલા મરચુ
  • એક કપ પનીરના નાના ટૂકડા
  • એક નંગ સમારેલ ટામેટું
  • 4-5 ચમચી બટર
  • એક કપ મોજરેલા ચીઝ છીણેલી
  • પા ચમચી મરી પાઉડર
  • 5-6 ચમચી ટામેટા સોસ અથવા પિઝા સોસ
  • મીઠું સ્વાદ અનુસાર

રીત:

  1. સૌ પ્રથમ બ્રેડની સ્લાઇસ પર બટર અને સોસ લગાવો.
  2. ત્યારબાદ તેમાં સમારેલા તમામ શાકભાજી અને પનીર બ્રેડની સ્લાઇસ ઉપર ફેરવી દો.
  3. તેની પર મીઠું અને મરી પાઉડર નાખો. બાદમાં છીણેલી મોજરેલા ચીઝ બ્રેડની ઉપર ફેલાવી દો.
  4. હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરીને તેમાં થોડુ બટર નાખો અને બધી સામગ્રી નાખીને તૈયાર કરેલી બ્રેડની સ્લાઇસ તવા પર મુકી દો.
  5. તેની ઉપર પ્લેટ ઢાંકીને ધીમી આંચ પર ચીઝ પીગળવાથી બ્રેડ કડક થાય ત્યાં સુધી રાખી મૂકો. આ પ્રકારે તમામ બ્રેડના પીઝા બનાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp