સારી સેક્સ લાઈફનું રહસ્ય એ નથી જે તમે વિચારો છો, રિસર્ચમાં સામે આવી આ વાત

PC: everydayhealth.com

કોઈપણ કપલના મજબૂત રિલેશનની પાછળ સેક્સ લાઈફનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન હોય છે. સામાન્યરીતે સેક્સને લઈને લોકોની ધારણા ફિલ્મો અથવા વેબ સીરિઝથી ખૂબ જ પ્રેરિત હોય છે અને તેને લોકો માત્ર એક ફિઝીકલ રિલેશન સુધી જ સમજે છે. એક નવા રિસર્ચ અનુસાર, ઈન્ટીમેસી એક એવી સ્થિતિ છે, જે શરીર કરતા વધુ માનસિકરીતે જોડાયેલી હોય છે. આ સ્ટડી કેનેડાના ઓટાવા યુનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક અને સેક્સ થેરાપિસ્ટ ડૉક્ટર પેગી જે ક્લેનપ્લાત્ઝે પોતાના સહયોગીઓ સાથે મળીને કરી છે. ડૉક્ટર પેગી પ્રસિદ્ધ બુક મેગ્નિફિકન્ટ સેક્સની લેખિકા પણ છે. શોધકર્તાઓ અનુસાર, સેક્સ પોતાની સાથોસાથ પોતાના પાર્ટનરને પણ નજીકથી જાણવાની એક રીત છે. સ્ટડીમાં શોધકર્તાઓએ સેક્સ લાઈફને સારી બનાવવા માટે કેટલીક ખાસ વાતો કહી છે.

સંપૂર્ણરીતે પાર્ટનરની સાથે રહો

શોધકર્તાઓનું કહેવુ છે કે, આજના સમયમાં લોકોને પોતાના સોશિયલ મીડિયાથી એવી રીતે ચિપકી રહેવાની આદત પડી ગઈ છે કે તેઓ ઈન્ટીમેસીના સમયે પણ ફોન ચેક કરતા રહે છે. એવામાં તેઓ શારીરિકરીતે તો પાર્ટનરની સાથે હોય છે, પરંતુ તેમનું મગજ ક્યાંક બીજે ચાલી રહ્યું હોય છે. શારીરિક સંબંધ બનાવવા દરમિયાન પાર્ટનરની સાથે સંપૂર્ણરીતે ઈન્વોલ્વ થવાની જરૂર છે. તેને માટે તમારે દરેક વસ્તુનો અહેસાસ કરવાની આદત પાડવી પડશે.

સેક્સની પરિભાષાને વધુ વ્યાપક બનાવો

શોધકર્તાઓનું કહેવુ છે કે, સામાન્યરીતે લોકો સેક્સ વિશે એક ટ્રેડિશનલ વિચારસરણી ધરાવે છે. ઘણા લોકોની સેક્સ લાઈફ એવી પેટર્ન પર ચાલે છે કે, મારે પાર્ટનરની સાથે આ કરવાનું છે અને આ નથી કરવાનું. ફિઝીકલ ઈન્ટીમેસીને લોકો સીધી રીતે ઈન્ટરકોર્સ જ સમજે છે, જ્યારે આ ઉપરાંત પણ ઘણી બધી બાબતો મહત્ત્વ ધરાવે છે. જેમ કે, પાર્ટનરને કિસ કરવું, ફોરપ્લે, સેક્સ ટોક અને ટચિંગ જેવી બાબતો. તેના દ્વારા તમને એ સમજવામાં મદદ મળે છે કે, પાર્ટનરની સાથે કઈ રીતે આગળ વધવુ જોઈએ. શોધકર્તાઓનું કહેવુ છે કે, લોકોએ પોતાની સેક્સ ફેન્ટસીઝને પણ ઓળખવી જોઈએ.

પોતાના પ્રત્યે ઉદાર રહો

ઘણા લોકોમાં સેક્સ ફેન્ટસીઝને લઈને એક ડર હોય છે કે, ક્યાંક તેમનો પાર્ટનર તેમને ખરાબ ના સમજી લે અથવા તો પછી તેમની ઈચ્છાઓ અનુસાર કરવાની ના ન પાડી દે. શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, જો તમે સેક્સની ઉંડાઈઓને સમજવા માગતા હો તો તમારે સેલ્ફ અવેરનેસ વધારવાની જરૂર છે. તેને માટે તમારે પોતાના પ્રત્યે ઉદાર રહેવુ પડશે. પોતાની કલ્પનાઓનો સ્વીકાર કરતા શીખો, ભલે તે ગમે તેવી હોય. જો તમને તમારા પાર્ટનરમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો ખચકાટ વિના તેની સાથે પોતાની ફેન્ટસીઝ શેર કરો.

પોતાના પ્રત્યે ઈમાનદાર રહો

ઘણા લોકોને એ સ્વીકારવામાં એક ખચકાટનો અનુભવ થતો હોય છે કે, બેડરૂમમાં તેમને શું સારું લાગે છે અને શું નહીં. જ્યાં સુધી તમે તેનો સ્વીકાર નહીં કરશો, ત્યાં સુધી તમે સેક્સને એન્જોય નહીં કરી શકશો. સેક્સ એજ્યુકેટરનું કહેવુ છે કે, સૌથી પહેલા પોતાના પાર્ટનરને જણાવો કે, તમે તેની સાથે કંઈક વાત કરવા માગો છો. પછી તેને જણાવો કે તમને શું ગમે છે અને પાર્ટનરની કઈ હરકત પર તમે નર્વસ થઈ જાઓ છો અને શા માટે.

શરૂઆતથી જ વાત કરતા રહો

રિલેશનશિપની શરૂઆતથી જ ખુલીને સેક્સની વાતો કરવાથી બધુ સરળ બની જાય છે. જેમ કે, એકબીજાની સાથે ફીડબેડ શેર કરવા, સારી-ખરાબ વાતો જણાવવી. તેને કારણે તમે બેડરૂમમાં શું ઈચ્છો છો, તેને લઈને સ્પષ્ટતા રહે છે. સેક્સને ગંભીરતાથી લેવાને બદલે તેને થોડી મસ્તી-મજાકની જેમ લો અને દરેક કામની જેમ તેને પણ પ્રાથમિકતા આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp