26th January selfie contest

પાર્ટનરની સૂવાની રીત ખોલે છે સંબંધના ઘણા સિક્રેટ

PC: vecer.mk

જે રીતે રાશિ આપણી પર્સનાલિટી અને રિલેશનશીપના ઘણા રાજ ખોલે છે. તેવી જ રીતે કપલ્સના સુવાની રીત પણ તેમની લવ લાઇફથી જોડાયેલ સીક્રેટ જણાવે છે. જી હાં તમે તમારા પાર્ટનરની સાથે સુવાની રીતથી જાણવા મળે છે કે તમારો સંબંધ કેવો છે અને એમાં પ્રેમની કમી છે. તો આવો જાણીએ સુવાની રીત મુજબ તમારી લવલાઇફ કેવી હશે.

સ્પૂનિંગ પોઝીશન

જ્યારે મેલ પાર્ટનર ફિમેલ પાર્ટનરની પાછળ લપટાઇને સુઇ જાય છે તો તેનાથી ખબર પડે છે કે તમે તમારા પાર્ટનરની સાથે કેટલા કંમ્ફર્ટેબલ છો. આ રીતે સુવાવાળા કપલનો સંબંધ ઘણો કંમ્ફર્ટેબલ અને રોમેંન્ટીક હોય છે.

પ્રેસ્ટલ પોઝીશન

આમતો સુવાની આ રીતન નવા લગ્ન થયેલ કપલ્સ વધારે અપનાવે છે પરંતુ જે લગ્નના ઘણા વર્ષ બાદ પણ મેલ પાર્ટનર પોતાની પત્નિને બાહોમાં ભરીને સુતા હોય છે તો તમે પોતે પોતાની જાતને લકી સમજો. આ રીતે સુવાવાળા કપલ્સ એક બીજાથી ખૂબ પ્રેમ કરતા હોય છે અને હંમેશા તેમને પોતાની પાસે રાખે છે.

શિંગલ પોઝીશન

જો ફિમેલ પાર્ટનર મેલ પાર્ટનરના ખભા પર માથુ રાખીને સુવે છે તો તેનાથી ખબર પડે છે કે તમારા પાર્ટનરને તમારા પર ખૂબ વિશ્વાસ છે. એટલુ જ નહી તે તમને પ્રેમ પણ ખૂબ કરે છે.

ઓપોઝિટ પોઝીશન

કપલ્સના સુવાની આ પોઝીશનથી ખબર પડશે કે તમે બંન્ને આત્મનિર્ભર છો. આમ સુવાવાળા કપલ્સ એક બીજાની પર્સનલ સ્પેસનો પુરો ખ્યાલ રાખે છે. તે પોતાના સંબંધ પ્રત્યે આકર્ષિત અને સંબંધ ને ઘણો સુરક્ષિત માને છે.

રોલિંગ પોઝીશન

આ પોઝીશનમાં સુવાનો મતલબ એ છે કે તમારા સંબંધમાં પ્રેમની ખોટ છે. ખાસ કરીને કામમાં થાક અને ફિઝિકલ રિલેશન ન બનાવાની સ્થિતિમાં આવી પોઝીશન જોવા મળે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp