તડકાથી દૂર થશે બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ

PC: medigence.com

જો તમે કાળા પડી જવાના ડરથી તડકામાં નથી જતા, તો હવે જરુર જાઓ. કારણકે ટોરેન્ટોમાં હાલમાં જ થયેલી એક સ્ટડી અનુસાર જે મહિલાઓ દિવસભરમાં ત્રણ કલાક તડકામાં બેસે છે તો એમનામાં બ્રેસ્ટ કેન્સર થવાનો ભય ઓછો થઇ જાય છે. જો કે 'સનશાઇન વિટામીન્સ' કેંસરથી બચાવામાં મહિલાઓની મદદ કરે છે. આ સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રોજ નહી પરંતુ અઠવાડિયામાં તમે 19 કલાક પણ તમે તડકામાં બેસી જાઓ છો, તો ઘણા લોકો તકલીફોથી દૂર રહી શકે છે.

એંટી કેન્સર પ્રોપર્ટીઝ

એંડ્રોક્રાઇનોલોજિસ્ટ ડોક્ટર અજય મહેરા કહે છે કે તડકો શરીર માટે ખૂબ જરુરી છે. જો કે આપણે 10 ટકા વિટામીન ડી તો ફેટી ફિશ, ઇંડા અને દૂધથી જ લઇ લેતા હોઇએ છીએ, પરંતુ 90 ટકા આપણે સૂરજના તડકાથી મળે છે, જે ફૂડથી પણ વધારે જરુરી છે. લેબોરેટરી ટેસ્ટ મુજબ, બ્રેસ્ટ સેલ્સમાં વિટામીન ડી ને હોર્મોનમાં બદલવાની ક્ષમતા હોય છે, જે એંટી કેંસર પ્રોપર્ટીઝ બનાવે છે. જો કે હેલ્દી વુમનમાં 3, 471 બ્રેસ્ટ કેંસર વિટામીન્સ હોવાનું જરુરી છે. આ સંખ્યા જો 2 હજારથી નીચે ચાલી જાય છે, તો કેંસરનો ભય વધી જાય છે. પણ જો તમે 20 થી 30 વર્ષના છો તો તમારે અઠવાડિયામાં 21 કલાક તડકો લેવાની જરુર છે. તમને જણાવી દઇએ કે આ સમયે રિસ્ક ફેક્ટર સૌથી વધારે હોય છે. 30 થી 40 વર્ષની ઉંમરમાં રિસ્ક 36 ટકા ઓછુ થઇ જાય છે અને જ્યારે કોઇ મહિલા 50 થી 60 વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે તો બ્રેસ્ટ કેંસર થવાની સંભાવના 60 ટકા ઓછી થઇ જાય છે.

વિટામીન ડી જરુરી

53 વર્ષના ગાયત્રી સરકાર હાઉસ વાઇફ છે. તેની સ્કિન પર જ્યારે પડ જામવા લાગ્યા તો તેણે ડોક્ટરને બતાવ્યુ. ડોક્ટરે તેને વિટામીન ડીનો ટેસ્ટ કરાવાનુ કહ્યુ તો રિપોર્ટમાં તેની બોડીમાં તેની ખૂબ ઉણપ વર્તાઇ. જો કે વિટામીન ડી ની ઉણપના કારણે તેની સ્કિન ડ્રાય થઇ ગઇ હતી. જોઇન્ટ્સ અને કરોડરજ્જૂમાં પણ દુખાવો થવા લાગ્યો હતો. અહીં સુધી કે પૂરતી ઉંઘ લીધા બાદ પણ તેને સવારે ફ્રેશનેશ ફિલ નથી થતી.

ડાયાબિટીસ પર કંટ્રોલ

ત્યાંજ મેલબર્નમાં કરવામાં આવેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે તડકાની કમી લાખો લોકોના ટાઇપ ડાયાબિટીસની ચપેટમાં આવવાનુ રીસ્ક છે. જો કે રિસર્ચ ટીમે 5,200 લોકોના બ્લડની તપાસ કરી. તેમણે તેમાં જાણ્યુ કે બ્લડમાં વિટામીન ડી સિવાય 30 નૈનોમોલ્સ હોવાથી ડાયાબિટીસની ચપેટમાં આવવાનુ રીસ્ક 24 ટકા સુધી ઘટી જાય છે. આ સ્ટડીમાં રિસર્ચર ડોક્ટર કેન સિકરિસ કહે છે કે જેના શરીરમાં વિટામની ડીના નૈનોમોલ્સની સંખ્યા પ્રતિ લીટર 50 થી ઓછી હોય છે તેને ડાયાબિટીસનો ભય હોય છે. જ્યારે અજય કહે છે, જો કે વિટામીન ડી ડાયાબિટીસ થવાવાળી ફેક્ટર્સ પર કંટ્રોલ કરીને ચાલે છે. એ કહેવુ ખોટુ નહી હોય તેની એકબીજા સાથે નજીકની લિંક હોય છે.શિયાળામાં તો તડકો એમ પણ સારો લાગે છે. એટલા માટે કોઇના કોઇ બહાને થોડો સમય વિતાવાની આદત બનાવી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp