સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ છ મહિનામાં કરી કરોડોની કમાણી, જાણો દર મહિને કેટલી કમાણી થઈ

PC: yatra.com

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લોક પ્રિયતામા સતત વધારો થઈ રહ્યો છે. લાખો લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા માટે જઈ રહ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા લોકોને અસુવિધા ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ તે સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના 6 મહિના પુરા થાય છે ત્યારે અત્યાર સુધીમાં 14 કરતા પણ વધારે સહેલાણીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે અને પ્રવાસીઓના ધસારાના કારણે સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને કરોડો રૂપિયાની આવક થઈ છે.

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને છેલ્લા 6 મહિના દરમિયાન મુલાકાતીઓના કારણે થયેલી આવકની વાત કરવામાં આવે તો

  • નવેમ્બર મહિનામાં 3,78,562 લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી, જેના કારણે 6,47,63,443 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
  • ડિસેમ્બર મહિનામાં 2,50,113 લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી, જેના કારણે 5,70,41,060 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
  • જાન્યુઆરી મહિનામાં 2,83,298 લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી, જેના કારણે 70,00,42,020 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
  • ફેબ્રુઆરી મહિનામાં 2,10,600 લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી, જેના કારણે 5,60,87,710 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
  • માર્ચ મહિનામાં 2,02,312 લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી, જેના કારણે 5,22,56,580 કરોડ રૂપિયાની આવક થઇ હતી.
  • એપ્રિલ મહિનામાં 4,44,522 લોકોએ સ્થળની મુલાકાત લીધી હતી, જેના કારણે 7,99,41,060 કરોડ રૂપિયાની આવક થઇ હતી.

સરદાર વલ્લભભાઈ એકતા ટ્રસ્ટના સંચાલકોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે પણ ઉનાળાની આટલી ગરમીમાં પણ પ્રવાસીઓની સંખ્યા છે, એ જોતા ચોમાસાની શરૂઆત થયા પછી દરરોજ 10 હજાર કરતા વધારે પ્રવાસીઓ આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે તેવી અમારી ધારણા છે અને દર શની-રવી અને જાહેર રજાના દિવશે 15 હજાર કરતા પણ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મુલાકાત લેશે તેવો અમારા તરફથી અંદાજ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp