તાજમહેલની સુરક્ષા માટે 100 વર્ષનો વિગતવાર એક્શન પ્લાન ઘડવા સુપ્રીમનો આદેશ

PC: khabarchhe.com

તાજમહેલ એ ભારતની આગવી ઓળખ આપતું સ્મારક છે. એમ તો એ પ્રેમની નિશાની ગણાય છે. પરંતુ એ હવે પ્રદુષણને કારણે નુકશાન પામી રહ્યો છે. એ કારણથી તેની જાળવણી થાય એ માટે અદાલતે હસ્તક્ષેપ કર્યો છે.

ભારતની હેરિટેજ સ્થળની યાદીમાં તાજમહેલને સ્થાન મળ્યું છે. એ કારણથી જ વિદેશી પર્યટકો પણ સતત આવતા રહે છે, થોડા સમય પહેલાં જ ઉત્તર પ્રદેશના જોવાલાયક સ્થળોની યાદીમાંથી ઉત્તર પ્રદેશ સરકારે તાજમહેલની બાદબાકી કરી નાંખતા વિવાદ પણ ઊભો થયો છે. જો કે તાજમહેલની આગવી ઓળખ વિશ્વભરમાં છે અને તેને કારણે જ ઘણા વિદેશી પર્યટકો આગ્રા આવતા હોય છે. પ્રદુષણને કારણે તાજમહેલ પીળો પડતો જાય છે. તાજમહેલની જાળવણીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.
એ સંદર્ભે હવે અદાલતે પણ રસ લીધો છે.

ભારતના મોગલ કાળના પ્રાચીન સ્મારક તાજમહેલની સુરક્ષા માટે 100 વર્ષનો વિગતવાર એક્શન પ્લાન ઘડવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. તાજ ટ્રાપેઝિયમ ઝોન (TTZ) ઓથોરિટીએ રજૂ કરેલી એફિડેવિટમાં આ પગલાંને એડ હોક ગણાવવામાં આવ્યા હતા. સુપ્રીમના જસ્ટિસ એમ બી લોકુરના વડપણ હેઠળની બેન્ચે કહ્યું હતું કે એફિડેવિટમાં જણાવેલા પગલાં એડ હોક પ્રકારના અને કામચલાઉ છે. મોગલ કાળના આ વર્લ્ડ હેરિટેજ જાહેર થયેલા ઐતિહાસિક સ્મારકને જાળવવા માટે લાંબા ગાળાનો પ્લાન ઘડવાની જરૃર છે. કોર્ટે આ કેસની વધુ સુનાવણી આઠ અઠવાડિયા પછી હાથ ધરવાની જાહેરાત કરી હતી.

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp