Swiggyએ બંધ કરી છે આ સ્પેશિયલ સર્વિસ

PC: forbes.com

Swiggyએ તેની સુપર ડેઇલી સેવા બંધ કરવાની જાહેરાત કરી છે અને કંપનીએ તેની પાછળનું મુખ્ય કારણ નુકસાનને ગણાવ્યું છે. આ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીએ જે 5 શહેરોમાં તેની સુપર ડેઈલી સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે તે છે દિલ્હી-NCR, મુંબઈ, ચેન્નાઈ, પુણે અને હૈદરાબાદ.

સુપર ડેઇલી સર્વિસ શું છે

સુપર ડેઇલી સર્વિસ હેઠળ Swiggyએ દૂધ, કરિયાણાની સાથે રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી કરવાની સેવા પૂરી પાડી છે. આ સેવા માટે ગ્રાહકોએ સબસ્ક્રિપ્શન લેવું પડશે. Swiggy એપ પર નોંધણી કરીને, ગ્રાહકો રોજિંદા વસ્તુઓ માટે કાર્ટમાં વસ્તુઓ ઉમેરી શકે છે અને તેઓ દરરોજ સવારે આ વસ્તુઓ મેળવે છે.

ક્યારે સેવા નહીં મળે અને ગ્રાહકોના પૈસાનું શું થશે

12 મે, 2022થી દિલ્હી-NCR, મુંબઈ, ચેન્નાઈ, પુણે અને હૈદરાબાદ શહેરોમાં સુપર ડેઈલી સેવા બંધ કરવામાં આવી છે. તેના નવા ઓર્ડર લેવાની પ્રક્રિયા 10 મેથી બંધ કરી દેવામાં આવી છે. જે ગ્રાહકોના વોલેટમાં પૈસા બાકી છે, રિફંડ તેમના ખાતામાં 5-7 કામકાજના દિવસોમાં આવી જશે - આ કંપનીએ ગ્રાહકોને મોકલેલા મેલમાં જણાવ્યું છે.

શા માટે સેવા બંધ કરવી પડી

Swiggyએ દેશના 5 મોટા શહેરોમાં સુપર ડેઇલી સેવા બંધ કરવાની જાહેરાત કરવા પાછળનું મુખ્ય કારણ નુકસાનને ગણાવ્યું છે. મોકલવામાં આવેલા મેલમાં, કંપનીએ કહ્યું છે કે આ પડકારજનક વાતાવરણમાં ખર્ચ અને નુકસાન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે આ સેવા બંધ કરવામાં આવી રહી છે.

સેવા ક્યાં ચાલુ રહેશે?

કંપનીની આ સબસ્ક્રિપ્શન આધારિત સેવા બેંગ્લોરમાં પહેલાની જેમ ચાલુ રહેશે. કંપનીએ કહ્યું છે કે બેંગ્લોરમાં આ સેવાને વધારવાના પ્રયાસો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp