બોયફ્રેન્ડના લગ્ન ફિક્સ થતા જ પોલીસ સ્ટેશન પહોંચી છોકરી, પોલીસે આ કામ કર્યું

PC: aajtak.in

મુઝફ્ફરપુર જિલ્લાના મીનાપુર પોલીસ મથકમાં પોલીસે પ્રેમી કપલના લગ્ન કરાવી દીધા છે. પ્રેમીના લગ્ન બીજી જગ્યા પર નક્કી થયા બાદ પ્રેમિકાએ પોલીસ સ્ટેશન પહોંચીને મદદની માગણી કરી હતી. ત્યાર બાદ પોલીસ રાજેશ કુમારે પહેલ કરીને પરિજનોની પરવાનગીથી પંડિતને બોલીને યુવક યુવતીના સાત ફેરા કરાવી દીધા હતા. પોલીસ સ્ટેશનમાં જ લગ્નના દરેક રિવાજ પૂરા કરવામાં આવ્યા હતા. બન્ને પરિજનો, ગ્રામીણ અને પોલીસકર્મી આ સમયના સાક્ષી બન્યા. વિવાહ સંબંધમાં બંધાયા બાદ છોકરાઓ પોતાની પત્નીને લઇને ઘરે ચાલ્યા ગયા.

યુવતી કિરણને જાણકારી મળી કે, તેના પ્રેમી અવિનાશના લગ્ન બીજી જગ્યા પર થઇ રહ્યા છે. તેણે ઘરેથી ભાગીને લગ્ન કરવાની વાત અવિનાશને કરી હતી. પણ યુવકે માતા પિતાની વિરૂદ્ધ જઇને લગ્ન કરવું ઠીક ન સમજ્યું. છોકરાએ દિલ પર પત્થર મુકીને ઘરેથી ભાગીને લગ્ન કરવાની વાતથી ઇનકાર કરી દીધો.

જ્યારે, કિરણને કોઇ રસ્તો ન સૂઝ્યો તો તે મીનાપુર પોલીસમથક રાજેશ કુમાર પાસે મદદ કરવા માટે પહોંચી ગઇ. પોલીસ મથક સમક્ષ છોકરીએ પોતાના સંબંધના પુરાવા પણ બતાવ્યા. કેટલાકા ફોટો પણ બતાવ્યા. પોલીસે પણ પોતાના સ્તરે જાણકારી મેળવી અને આ વાત સાચી જ નીકળી.

ત્યાર બાદ પોલીસ અધિકારી રાજેશ કુમારેક છોકરા અને તેના પરિજન સહિત છોકરીના પરિજનને પોલીસ સ્ટેસન બોલાવ્યા. છોકરીની વાતથી દરેકને અવગત કરાવી. પણ છોકરાના પક્ષ વાળા તૈયાર ન થયા.પછી પોલીસ રાજેશ કુમારે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી.

પોલીસ રાજેશ કુમારે કહ્યું કે, છોકરી છોકરા વાળા વિરૂદ્ધ કેસ કરવા માગે છે. જો તમે લોકો એક સાથે ન થયા તો પછી FIR નોંધવામાં આવશે. ઘરવાળાને પોલીસે બન્નેના સંબંધો વિશે જણાવ્યું. ત્યાર બાદ છોકરો અને છોકરી પક્ષના બન્ને લોકો લગ્ન કરાવવા માટે તૈયાર થયા. તરત જ બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા. બધી તૈયારીઓ કરાવમાં આવી અને બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા.

પોલીસે કહ્યું કે, મીનાપુરના નેઉરા ગામનો અવિનાશ પોતાના જ ગામની કિરણને પાછલા ચાર વર્ષથી પ્રેમ કરતો હતો. બન્નેએ સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી. પણ છોકરાના ઘરવાળાને આ મંજૂર ન હતું. એ લોકોએ અવિનાશના લગ્ન મોતિહારીની એક છોકરી સાથે નક્કી કરી દીધા. આગલા મહિને લગ્ન થવાના હતા. પણ છોકરીની ફરિયાદ પર બન્ને પરિવારોની કાઉન્સેલિંગ કરવામાં આવી અને તેમની પરવાનગીથી પ્રેમી પ્રેમિકાને હંમેશા માટે એક બીજાના સાથી બનાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp