ટાટા ગ્રુપ ઓનલાઇન શોપિંગમાં પડ્યું- આ ફાર્મા સ્ટાર્ટ અપમાં રૂપિયા રોકશે

PC: techstory.in

ટાટા ગ્રુપ જાણે શોપિંગ કરી રહ્યું તેમ અનેક કંપનીઓમાં હિસ્સેદારી વધારી રહ્યું છે. હવે ટાટા ગ્રુપે ઓનલાઇન ફાર્મા સ્ટાર્ટ અપ 1MG માં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. ટાટા સન્સની સંપૂર્ણ માલિકીની કંપની ટાટા ડિજિટલ લિમિટેડે ગુરુવારે કહ્યું કે કંપની ઓનલાઇન ફાર્મા સ્ટાર્ટઅપ 1MG ટેકનોલોજી  લિમિટેડનો બહુમતી હિસ્સો ખરીદી લેશે.

 જો કે કંપનીએ હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી કે આ સોદો કેટલા રૂપિયાનો હશે. જો કે ટાટા ગ્રુપ એક સુપર એપ ડેવલપ કરી રહ્યું છે, એટલે એ દ્રષ્ટિએ જોઇએ તો ટાટા ગ્રુપ માટે આ રોકાણ મહત્ત્વનું છે.

આ પહેલાં ટાટા ગ્રુપે BIGBASKET, CUREFIT જેવી કંપનીઓમાં રોકાણ કર્યું છે. ટાટા ડિજિટલે હજુ થોડા દિવસો પહેલાં જ CUREFIT હેલ્થકેરમાં રૂપિયા 550 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

ટાટા ડિજિટલે કહ્યું હતું કે તેનું  1MGમાં રોકાણ ટાટા ગ્રુપની ડિજિટલ ઇકો સિસ્ટમ બનાવવાના વિઝનને અનુરૂપ છે. ટાટા ડિજિટલે જણાવ્યું છે કે ઇ- ફાર્મસી, ઇ- ડાયગ્નોસ્ટિક અને ટેલિ- કન્સલ્ટિંગ એ આ ઇકોસિસ્ટમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જે સૌથી ઝડપથી વધી રહેલા ક્ષેત્રમાં સામેલ છે.

ટાટા ગ્રુપના આ નિર્ણયને કારણે રિલાયન્સને સખત ટકકર મળી શકે છે. મુકેશ અંબાણીની  લીડરશીપ વાળી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ તાજેતરમાં ડિજિટલ ફાર્મા માર્કેટ પ્લેસ નેટમેડ્સના મેજોરિટી શેર્સ ખરીદી લીધા છે. વિટાલિક હેલ્થ પ્રા. લિ. અને તેની સહાયક કંપનીઓ સામૂહિક રીતે નેટ મેડસ તરીકે ઓળખાય છે. રિલાયન્સે નેટ મેડસનો બહુમતી હિસ્સો રૂપિયા 620 કરોડમાં ખરીદી લીધો હતો.

જાણવા મળેલી માહિતી મુજબ 1MG એ ઓનલાઇન ફાર્મસી નેટવર્ક અને જનરીક દવાના બિઝનેસ સાથે સંકળાયેલી છે અને ગુડગાંવ હરિયાણમાં તેની કોર્પોરેટ ઓફીસ  છે.

 આ કપનીની શરૂઆત વર્ષ 2013માં હેલ્થકાર્ટ પ્લસ તરીકે થઇ હતી અને શરૂઆતમાં આયુષ ઉત્પાદનો સાથે વૈકલ્પિક દવાઓની જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. થોડા વર્ષો પછી કંપનીએ પોતાને 1MG તરીકે લોંચ કરી હતી. જે ઓનલાઇન ફાર્મસી અને હેલ્થ કેર પ્લેટર્ફોમ તરીકે  જાણીતી થઇ.  1MG આરોગ્ય સેવાની વિશાળ ક્ષેણી પ્રદાન કરે છે. 1MG ટેકનોલોજી લિમિટેડના ફાઉન્ડ અને સીઇઓ પ્રશાંત ટંડન હોવાનું જાણવા મળ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp