શું ચહલ-ધનશ્રીના સંબંધોમાં કોઈ તિરાડ પડી છે? બંનેએ અટકળો પર આપ્યું નિવેદન

PC: instagram.com

યુજવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી ચહલ સરનેમ હટાવી દેતા, સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો અને એવી અટકળો વહેતી થઇ હતી કે બંનેના સંબધોમાં તિરાડ પડી છે.  હવે કપલે ચોખવટ કરી છે કે આવું કંઇ નથી, બધું હેમખેમ છે. જો કે ધનશ્રીએ એ વાતની સ્પષ્ટ્તા નથી કરે કે સરનેમ કેમ હટાવી હતી.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે કે બંને વચ્ચે બધુ બરાબર છે અને કોઈ તિરાડ નથી. યુઝવેન્દ્ર ચહલ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને તે ચાલુ ઝિમ્બાબ્વે પ્રવાસનો ભાગ નથી. યુઝવેન્દ્ર ચહલ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ દ્વારા ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા ઘણી ચર્ચામાં છે. ધનશ્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ચહલ સરનેમ હટાવી દીધી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ન્યૂ લાઈફ લોડિંગ, ચહલની પોસ્ટ અને ધનશ્રીની સરનેમ હટાવ્યા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કપલ વચ્ચે  અણબનાવ ચાલી રહ્યો છે.

જો કે, હવે ચહલ અને ધનશ્રીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે બંને વચ્ચે બધું બરાબર છે અને કોઈ અણબનાવ નથી. ધનશ્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, તમને બધાને નમ્ર વિનંતી છે કે અમારા સંબંધોને લઈને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો. કૃપા કરીને આને સમાપ્ત કરો. બધાને પ્રેમ અને શુભેચ્છાઓ.

ખાસ વાત એ છે કે ધનશ્રી પહેલા યુઝવેન્દ્ર ચહલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આવી જ એક પોસ્ટ કરી હતી. એટલે કે બંનેની પોસ્ટ એક જ હતી. ધનશ્રી અને ચહલે એકસરખું પોસ્ટ કરીને કહેવાનો પ્રયાસ કર્યો છે કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર જે અફવાઓ ફેલાઈ રહી છે તે બકવાસ છે.

યુઝવેન્દ્ર ચહલે ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે, ત્યારે તેની પત્ની ધનશ્રી કોરિયોગ્રાફર છે અને ડાન્સ ક્લાસ ચલાવે છે. ધનશ્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યુઝવેન્દ્ર ચહલ લોકડાઉન દરમિયાન તેના ઓનલાઈન ક્લાસમાં જોડાયો હતો. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને તેઓ સંબંધમાં આવી ગયા.ચહલ-ધનશ્રીએ ઓગસ્ટ 2020માં સગાઈ કરી અને ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા હતા.

યુઝવેન્દ્ર ચહલ હાલમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને તે ચાલુ ઝિમ્બાબ્વે પ્રવાસનો ભાગ નથી. ટીમ ઈન્ડિયા કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વેમાં ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. આ પછી, ભારતીય ટીમ એશિયા કપ રમવાની છે, જે 27 ઓગસ્ટથી શરૂ થશે. એશિયા કપ દ્વારા યુઝવેન્દ્ર ચહલ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે.

યુઝવેન્દ્ર ચહલની વાત કરીએ તો તેણે વર્ષ 2016માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ચહલના નામે 67 વનડેમાં 118 વિકેટ અને 62 T20 ઈન્ટરનેશનલમાં 79 વિકેટ છે. હાલમાં તે T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ 166 વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp