આ અક્ષરથી શરૂ થતા નામવાળા છોકરાઓ હોય છે પ્રેમમાં દગો કરવામાં માહેર

PC: app.goo.gl

દરેક છોકરીની એવી ઈચ્છા હોય છે કે તેને ખૂબ ચાહનારો અને ઈમાનદાર સાથી મળે. જોકે દરેક છોકરીના નસીબમાં એ નથી હોતું અને મોટાભાગે તેમને પ્રેમમાં દગો થાય છે. આ માટે થઈને જ કેટલીક છોકરીઓ તો હવે પ્રેમમાં પડતા પણ ગભરાય છે. પરંતુ અમે લઈને આવ્યા છીએ એવા શબ્દોની યાદી, જે શબ્દો પરથી નામ ધરાવતા છોકરાઓ સિવાયના છોકરાઓ સાથે પ્રેમ કરશો તો ક્યારેય દગો નહીં મળે.

આ યાદીમાં સૌથી પહેલા આવે બીથી શરૂ થતા નામો. જે છોકરાઓના નામ બીથી શરૂ થાય છે એ છોકરાઓ માટે પ્રેમ ટાઈમપાસ હોય છે. આ છોકરાઓને કોઈ રૂપાળી છોકરી દેખાય તો તેઓ તરત લટ્ટુ થઈ જાય છે અને પોતાની પ્રેમીકાને દગો સુદ્ધાં દઈ દે છે.

તો એફથી જે છોકરાઓના નામ શરૂ થાય છે એ છોકરાઓ એકસાથે એકથી વધુ છોકરીઓ સાથે લફરાં કરવામાં માહેર હોય છે. આ છોકરાઓ એવું માનતા હોય છે કે છોકરીઓ સાથે જેટલો ટાઈમપાસ કરવો હોય એટલો કરી લેવો. આથી આ નામના છોકરાઓથી દૂર રહેવું.

જીથી શરૂ થતા હોય એવા નામના છોકરાઓ તેમની પાર્ટનર પાસે અત્યંત અપેક્ષા રાખતા હોય છે. જો તેમની પાર્ટનર તેમની અપેક્ષાઓ પૂરી કરવામાં ખરી ન ઉતરે તો તેઓ તરત ડાયવર્ટ થઈ જાય છે. આ ઉપરાંત કેથી શરૂ થતા નામો ધરાવતા છોકરાઓ અત્યંત ગુસ્સાવાળા હોય છે. તેમની ગર્લફ્રેન્ડથી જો કોઈ ભૂલ થઈ જાય તો તેઓ ગર્લફ્રેન્ડને મનમાં આવે એ કહી દે છે. તેમના આવા સ્વભાવને લીધે જ ઘણીવાર તેમનું બ્રેકઅપ થઈ જાય છે.

તો જેમનું નામ વીથી શરૂ થતું હોય એવા છોકરાઓ સ્વભાવના થોડા વહેમી હોય છે. તેઓ જેમને પ્રેમ કરે છે એમના પર નાની નાની વાતે વહેમાય છે અને આ કારણે તેમનો સંબંધ દાવ પર લાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp