યોગની દિવાની છે આ હોલિવુડની એક્ટ્રેસીસ, સરળતાથી કરી લે છે મુશ્કેલ યોગાસન

PC: amenzing.com

લાંબી અને સ્વસ્થ લાઈફ માટે આપણે બધાએ આપણા શરીરનુ ધ્યાન રાખવું જરૂરી છે. બીમારીઓથી બચવા અને ફિટ રહેવા માટે ઘણા લોકો અલગ અલગ રીતના ફિટનેસ રૂટીન અપનાવે છે. તેમાં સૌથી જાણીતા છે યોગ. કહેવાય છે કે બીજા કોઈ વર્કઆઉટ રૂટીનથી જે ન થાય તે યોગાથી શક્ય છે. સ્કીનથી લઈને બોડીના અંદરના હેલ્થ સુધી તમને ફીટ રાખવામાં યોગ ઘણો કારગર છે. ત્યારે તો લોકોની સાથે બોલિવુડ અને અહીં સુધી કે હોલિવુડની એક્ટ્રેસીસ પણ યોગાને પોતાની લાઈફનો મોટો હિસ્સો બનાવી ચૂકી છે. હોલિવુડની ઘણી એવી ફિમેલ એક્ટ્રેસીસ છે જે તેમની રોજની લાઈફમાં યોગ કરવાનું પસંદ કરે છે. 21મી જૂનના રોજ દુનિયાભરમાં યોગ દિવસ મનાવવામાં આવે છે.

ટીવી સિટકોમ ફ્રેન્ડ્સ માટે જાણીતી હોલિવુડ એક્ટ્રેસ જેનિફર એનિસ્ટન માટે યોગ ઘણું મહત્ત્વ ધરાવે છે. 53 વર્ષની જેનિફર રોજ એક્સરસાઈઝની સાથે સાથે યોગા પણ કરે છે. તેણે 2005માં યોગા કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું હતું કે તે સ્પિન યોગા પણ કરે છે.

સિંગર અને એક્ટ્રેસ લી મેશિલને હોટ યોગા ઘણા પસંદ છે. યોગા ન માત્ર લી માટે ફિટનેસ રૂટીનનો મોટો ભાગ છે પરંતુ, તેની લાઈફમાં શાંતિ મેળવવાનો એક રસ્તો પણ છે. તેણે આ અંગે કહ્યું હતું કે, મને તે એક્સરસાઈઝ પસંદ છે, જેમાં થોડું આધ્યાત્મિકપણું પણ જોડાયેલું હોય છે. આ મેડિટેશન, ડિટોક્સ અને સારા વર્કઆઉટનું પરફેક્ટ કોમ્બિનેશન છે.

વિક્ટોરિયા સિક્રેટની મોડલ માર્થા હન્ટ એક સમયે સ્કોલિયોસિસ નામની બીમારી સામે ઝઝૂમી રહી હતી. તેના કારણે તેણે સ્પાઈનલ ફ્યુઝન સર્જરી કરાવવી પડી હતી. જેના પછી તેને ઈમ્પેક્ટ યોગ અંગે ખબર પડી. માર્થાએ કહ્યું કે, તેના યોગા શરૂ કરવા પછી તેને યોગા અને પિલાટેસથી પ્રેમ થઈ ગયો હતો.

બ્રિટની સ્પીયર્સ માટે યોગા કોઈ નવી વસ્તુ નથી. બ્રિટની વર્ષોથી યોગા કરતી આવી છે અને તેની સાથેના ફોટા અને વીડિયોઝ પણ તે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બ્રિટનીને ઘણી વખત પાવર પોઝ આપતી પણ જોવામાં આવી છે.

હોલિવુડ એક્ટ્રેસ હેલી બેરી ફિટનેસની દેવી છે. તે ઘણી વખત પોતાની ફિટનેસ અંગે લોકો સાથે વાત કરે છે. સાથે જ તે એક્સરસાઈઝ અને યોગ કરતા ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેણે સ્ટ્રેચિંગ કરતો ફોટો શેર કરતા લખ્યું હતું કે તેના માટે ફિટનેસ મતલબ ભાગવું, વજન ઉઠાવવું અને પંચિંગ જ નથી પરંતુ, શ્વાસ લેવો અને સ્ટ્રેચ કરવું પણ તેના માટે એટલું જ મહત્ત્વનું છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2022માં ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે જોવા મળેલી આઈ ઈવા લોંગોરિયા યોગાની ફેન છે. ઈવા યોગ અને તેની થેરાપ્યુટિક ક્વોલિટીઝને ઘણી પસંદ કરે છે. તે લાંબા સમયથી યોગ કરી રહી છે.

બ્રાઝિલિયન મોડલ ગીઝેલ બુન્ચેન માટે યોગા ઘણા જરૂરી છે. તેને હઠયોગ સૌથી વધારે પસંદ છે. 20 વર્ષની ઉંમરમાં ગીઝેલે યોગ અને કાલ્મિંગ એક્સરસાઈઝને કરવાની શરૂ કરી હતી. તેનું કારણ પેનિક અટેક્સ હતા.

સિંગર માઈલી સાયરસ પણ યોગની દિવાની છે. માઈલી પોતાની લાઈફમાં ફિટ રહેવા અને શાંતિ મેળવવા માટે યોગ કરે છે. તે વર્ષોથી યોગા કરે છે અને અષ્ટાંગ કરવાનું તેને સૌથી વધારે પસંદ છે.

જ્યાં લોકો એક દિવસમાં વ્યવસ્થિત રીતે કસરત કરતા અચકાય છે તેવામાં સિંગર મેડોના પોતાના સ્ટેજ શૉમાં હેડ સ્ટેન્ડ અને હેન્ડ સ્ટેન્ડ કરતી જોવા મળે છે. યોગ મડોનાની લાઈફનો ઘણો મોટો ભાગ છે. તે વર્ષોથી તેની પ્રેક્ટિસ કરી રહી છે. હાલમાં 63 વર્ષની ઉંમરે પણ તેની એનર્જી યુવાન લોકોને શરમાવે તેવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp