આઈન્સ્ટાઈન કરતા ઝડપી છે 9 વર્ષના આ બાળકનું મગજ, મેળવી ગ્રેજ્યુએશન ડિગ્રી

PC: dailymail.co.uk

નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડેમમાં રહેનારા 9 વર્ષના બાળક લૉરેંટ સિમંસનું મગજ આઈન્સ્ટાઈન કરતા પણ વધારે ઝડપી છે. લૉરેંટ ડિસેમ્બર મહિનામાં સૌથી નાની વયે ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી લેશે. તે એંધોવેન યૂનિવર્સિટી ઓફ ટેક્નોલોજીમાંથી ઈલેક્ટ્રિક એન્જીન્યરિંગમાં ડિગ્રી હાંસલ કરી રહ્યો છે.

લૉરેંટનો IQ સ્તર 145 છે. તેના આ ઝડપી મગજને કારણે દુનિયાભરમાંથી મોટી યૂનિવર્સિટીઓ તેને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી માટે બોલાવી રહ્યા છે. પણ લૉરેંટની ઈચ્છા છે કે તે તેનું ભણતર પૂરુ કર્યા પછી અવકાશ યાત્રી કે હાર્ટ સર્જન બને. તેણે 8 વર્ષની ઉંમરમાં જ હાઈ સ્કૂલની પરીક્ષા પાસ કરી લીધી હતી. તેની ઈચ્છા કેલિફોર્નિયા જઈને ભણવાની છે, પણ તેના માતા-પિતા તેને યૂકેમાં ભણાવવા માંગે છે.

લૉરેંટના પિતા એક ડેન્ટિસ્ટ છે. તેના પિતાની ઈચ્છા છે કે લૉરેંટ લંડનમાં ઓક્સફોર્ડ કે કેમ્બ્રિજ જેવી મોટી યૂનિવર્સિટીમાં ભણે જે તેમના માટે પણ સુવિધાજનક જ રહેશે. તેના પિતાના મતે એ સારું રહેશે કે લૉરેંટ બ્રિટનમાં રહીને જ તેનું આગળનું ભણતર પૂરુ કરે.

 
 
 
View this post on Instagram

Morning Exercise...Math And Sports In One...😅#laurentsimons #mathforbreakfast #engineering #sports #fun

A post shared by Laurent Simons (@laurent_simons) on

દાદા-દાદી માટે હાર્ટ સર્જન બનવું છેઃ

બેલ્જિયમમાં જન્મેલો લૉરેંટ સિમંસના મગજની તુલના અલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હૉકિંગની સાથે કરવામાં આવે છે. લૉરેંટની પાસે 4 ભાષાઓનું જ્ઞાન છે. તેની માતાનું કહેવું છે કે, તેના દાદા-દાદીએ જ તેની ક્ષમતાઓ પારખી અને તેની આગળના ભણતરમાં મદદ કરી. તે પોતાના દાદા-દાદીનો પ્રિય છે. તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ હ્યદયના દર્દી છે, માટે તે હાર્ટ સર્જન બનવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp