હવે આ શહેરના લોકો 2020નો સૂર્ય જોઈ શકશે નહીં, આવતા વર્ષની જાન્યુઆરીમાં જોવા મળશે

PC: alaskanewssource.com

દુનિયાનું એક એવું શહેર જ્યાં સૂર્ય રોજ નીકળતો નથી અને જ્યારે અસ્ત થાય છે તો પછી 66 દિવસ પછી ઉગતો જોવા મળશે. આ શહેર છે અલાસ્કા રાજ્યમાં આવેલું શહેર ઉત્કિયાવિક. 19 નવેમ્બરના રોજ અહીં 2020ના વર્ષનો છેલ્લી વખતનો સૂર્ય ઉગ્યો હતો. એટલે કે 20 નવેમ્બરથી લઈને 22 જાન્યુઆરી 2021 સુધી અહીં સંપૂર્ણ અંધારું રહેશે. સૂરજ નીકળશે ન નહીં.

 
 
 
View this post on Instagram

A post shared by Kirsten Alburg (@kirsten_alburg)

હવે અહીં સૂરજ 66 દિવસો પછી 23 જાન્યુઆરી 2021ના રોજ નીકળશે. તેને પોલાર નાઈટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દિવસે સૂર્ય અસ્ત થાય છે તે દિવસે લોકો જશ્ન મનાવે છે અને ફરી જે દિવસે સૂર્ય દેખાશે તે દિવસે પણ શાનદાર જશ્ન મનાવશે. અલાસ્કા ધ્રુવીય વિસ્તારમાં આવે છે. અહીં દર વર્ષે આવું થાય છે અને 66 દિવસ સુધી અહીંના લોકો સૂરજને જોઈ શકતા નથી.

 
 
 
View this post on Instagram

A post shared by Kirsten Alburg (@kirsten_alburg)

દર વર્ષે 19 નવેમ્બરના રોજ સૂરજ છેલ્લી વખત જોવા મળે છે. અહીંનું તાપમાન માઈનસ 5 ડિગ્રીની આસપાસ રહે છે. આશરે 4000 હજારની વસ્તીવાળા ઉત્કિયાવિક શહેરમાં સૂરજ અને તડકાં વગર વાતાવરણ ઘણું ઠંડુ રહે છે. ઠુઠરતી ઠંડીનો મુકાબલો કરવો અહીંના લોકો માટે સરળ નથી. પરંતુ અહીં દર વર્ષે આવું થતું હોવાને લીધે અહીંના સ્થાનિક લોકો પહેલેથી માનસિક રીતે તૈયાર થઈ જાય છે. ઘણી વખત અહીંનુ તાપમાન આ સમયગાળા દરમિયાન માઈનસ 10 થી 12 ડિગ્રી નીચે જતું રહે છે.

બે મહિના સુધી અંધારામાં રહેતા આ શહેરનું સામાન્ય સરેરાશ તાપમાન માઈનસ 5 ડિગ્રી રહે છે. પોલાર નાઈટ શરૂ થતાની સાથે જ અહીં વિસ્તારોમાં ઠંડી વધી જાય છે. નવેમ્બર થી જાન્યુઆરી સુધી ઠંડીના દિવસોમાં અહીંનું તાપમાન માઈનસ 25 થી 30 ડિગ્રી સુધી પહોંચી ગયેલું જોવા મળ્યું છે. ઉત્તર ધ્રુવ તરફ આગળ વધતા શિયાળામાં કેટલીક જગ્યાઓ પર દિવસો એટલા નાના હોય છે કે ત્યાં પ્રકાશ હોતો નથી અને આખો દિવસ અંધારું રહે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Kirsten Alburg (@kirsten_alburg)

શિયાળાના દિવસોમાં પણ અંધારું લાગે છે કારણ કે આર્કટિક સર્કલની ઊંચાઈ પર આવેલા હોવાને લીધે સૂરજ અહીં ક્ષિતિજથી ઉપર આવી નથી શકતો અને આ સ્થિતિને વિજ્ઞાનની ભાષામાં પોલાર નાઈટ્સ કહે છે. આ એક ઘટના છે જે શિયાળાના મહિનાઓ દરમિયાન પોલાસ સર્કલની અંદર હોય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp