તમે કોઈ પણ જગ્યા પર ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો આ ખબર તમારા માટે છે

PC: kettlemag.co.uk

કોરોનાની મહામારી વચ્ચે દિવાળી વેકેશનમાં કોઈ જગ્યા પર ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો પ્લાનિંગ કરતા પહેલા આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થઇ ગયું છે. તો ત્રીજી લહેરની આશંકાને લઇને દેશભરમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને વેક્સીન લેવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે હવે જો તમે વેક્સીનના બે ડોઝ લીધા હશે તો જ તમે અલગ-અલગ જગ્યા પર ફરવા જવાનું બુકિંગ ટુર ઓપરેટર પાસે કરાવી શકશો.

આ કહેવાનું કારણ એ છે કે, ટુર ઓપરેટર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા છે. તેમનું જ બુકિંગ લેવામાં આવશે. મહત્ત્વની વાત છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, જે લોકોએ કોરોના વેક્સીન નથી લીધી તેમને BRTS અને AMTS બસ અને ફરવા લાયક સ્થળો પર એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ બાબતે અધિકારીઓ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાના માર્ગે હવે ગુજરાતના ટુર્સ ઓપરેટર્સ પણ ચાલી રહ્યા છે.

જે લોકો ટુર ઓપરેટર પાસે પ્રવાસનું બુકિંગ કરાવવા માટે આવે છે. તેમની પાસેથી પહેલા વેક્સીનેશન સર્ટીફીકેટ માગવામાં આવે છે. એટલે પ્રવાસ કરવા ઇચ્છતા લોકોએ વેક્સીનના બે ડોઝ લીધા હોય તો જ તેમનું બુકિંગ લેવામાં આવશે. એટલે હવે તમે દિવાળીમાં ક્યાય ફરવા જવા ઈચ્છતા હોય તો તમારે પણ કોરોના વેક્સીનના બે ડોઝ લેવા જરૂરી છે.

આ બાબતે એક ટુર ઓપરેટર્સનું કહેવું છે કે, હાલમાં તેઓ જે લોકોએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવાસના સ્થળ પર એન્ટ્રી આપવામાં આવી રહી છે. ભારતના ડોમેસ્ટિક જ નહીં પણ દુબઈ, યુરોપ સહિતના જે પ્રવાસન સ્થળ છે ત્યાં વેક્સીનેશન સર્ટીફીકેટ અને RT-PCR ટેસ્ટ માગી રહ્યા છે. એટલા માટે જ મોટા ભાગના ટુર ઓપરેટર્સ ઇન્ક્વાયરી આવે એટલે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવા માટે પ્રવાસીને કહી રહ્યા છે. એટલે પ્રવાસીને પ્રવાસન સ્થળ પર પહોંચ્યા પછી કોઈ તકલીફ ન પડે.

તો બીજી તરફ પ્રવાસ પર જઈ રહેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, ટુર ઓપરેટર્સનો આ નિર્ણય ખૂબ જ સરસ છે. આ નિયમની અમલવારી થતા તમામ પ્રવાસીઓ પ્રવાસનો આનંદ બેફીકર થઇને માણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp