લગ્ન પહેલા ઇચ્છો છો પરફેક્ટ શેપ તો ફોલો કરો આ ટીપ્સ

PC: hindustantimes.com

લગ્નમાં પરફેક્ટ લૂક માટે છોકરીઓ ઘણા મહિના પહેલાથી જ શોપીંગ શરુ કરી દેતી હોય છે. શોપીંગ દરમિયાન ફક્ત ફાસ્ટફૂડ ખાય છે પરંતુ પોતાના ડાયટમાં ધ્યાન નથી આપતી, જેનાથી વજન વધવા લાગે છે. પછી લગ્નનો દિવસ નજીક આવતા આવતા છોકરીઓને વજન ઘટાડવાના ટેંશનમાં આવી જાય છે, જેના ચક્કરમાં તે હાર્ડ એક્સેસાઇઝ અથવા એક ટાઇમનુ ખાવાનુ છોડી દે છે પરંતુ આજે અમે તમને 10 ડિર્ટાક્ટ ડ્રિંકના વિશે બતાવીશુ, જે તમારુ વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે. લગ્ન સીઝનમાં તમે તમારી ડાયટમાં ઉમેરીને વજનને વધવાથી રોકી શકે છે.

કેમ ફાયદાકારક છે ડિર્ટાક્સ ડ્રિંક?

જો કે ડિર્ટાક્સ ડ્રિંક પીવાથી મેટાર્વાલિજ્મ વધે છે, જેનાથી શરીરની એક્સ્ટ્રા ચર્બી બર્ન થઇ જાય છે. તેનાથી વજન ઝડપથી ઓછુ થવા લાગે છે. જો તમે લગ્ન પહેલા પરફેક્ટ શેપ ઇચ્છો છો તો તેમાંથી કોઇ પણ એક ડિર્ટાક્સ ડ્રિંકને પોતાની ડાયટમાં શામિલ કરો.

લીંબુ અને પુદીના ડિર્ટાક્સ ડ્રિંક

પુદીના ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. હાઇ કેલેરી ફૂડ લીધા પહેલા તમે લીંબુ અને પુદીનાનુ ડ્રીંક પીવો. એનાથી ન તો ફક્ત ખાવાનુ આસાનીથી ડાયજેસ્ટ થશે પરંતુ શરીરની એક્સ્ટ્રા કેલોરી અને ર્ટાક્સિંસ પણ બહાર નીકળી જશે.

સફરજન અને તજનુ પાણી

સફરજનને પાતળી સ્લાઇસમાં કાપીને તેને અને તજને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને તે પાણીને પી લો. આ ડ્રીંકને પીવાથી મોટાપો તો ઓછો થશે જ સાથે કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

ગ્રેપફ્રૂટ ડિર્ટાક્સ ડ્રિંક

એંન્ટીઓક્સીડેંટથી ભરપૂર હોવાના કારણે તેનુ સેવન કોઇ જ સાઇડઇફેક્ટ વગર વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ વજન કંટ્રોલમાં કરવા માટે જમ્યા પહેલા તેનુ સેવન કરો. ડિર્ટાક્ટ પાણી બનાવા માટે લીંબુ, કાકડી અને ગ્રેપફૂટને આખી રાત પાણીમાં પલાડી દો. અને બીજા દિવસે તેને પી લો.

કેરી આદુ ડિર્ટાક્સ ર્વાટર

કેરી અને આદુથી મેટાર્બાલિઝમ બૂસ્ટ થાય છે, જો કે વજન ઘટાડવામાં મદદગાર છે. કેરી અને આદુના રસમાં મધ મિલાવીને જમ્યા પહેલા પીવો. વજન ઘટાડવાની સાથે સાથે આ ડ્રિંક બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે.

લીંબુ અને આદુ

1,12 ટુકડા આદુનો રસ 1/2 ચમચી લીંબુનો રસ નીકાળીને રોજ સવારે ખાલી પેટે પીવો. તેનાથી ફક્ત તમારુ વજન જ ઓછુ નહી થાય, પરંતુ તે કંટ્રોલમાં પણ રહેશે.

કાકડીનો જ્યૂસ

કાકડી, લીંબુ, ટેબલસ્પૂન આદૂ, ધાણાજીરુ અને કપ પાણીમાં મિલાવીને બ્લૈંડ કરી લો. તેને રાત્રે જમ્યા બાદ સૂતા પહેલા પીવો. લગ્ન પહેલા રોજ આ ડ્રિંકને લેવાથી તમારા વજનમાં કંટ્રોલ રહેશે.

લાઇમ અને લીંબુ પાણી

વિટામીન સી નો આ ડબલ ડોઝ પાચન ક્રિયાને મજબૂત બનાવીને શરીરથી વિષૌલ પદાર્શોને બહાર નીકાળી દે છે. લીંબુ સ્લાઇસને પાણીમાં નાખીને પીવો. આ નેચલલ ડ્રિંક ર્વાડીકો ઇન્સ્ટંટ ડિર્ટાક્સ કરશે, જેનાથી વજન કંટ્રોલમાં રહેશે.

ગ્રીન ટી ડિર્ટાક્સ ડ્રિંક

એંન્ટી વાયરલ અને એંન્ટીર્ઓક્સીડેંટના ગુણોથી ભરપૂર ગ્રીન ટીનુ સેવન વજન ઓછુ અને પેટની બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. એવામાં તમે તમારા લગ્નના શોપિંગની સાથે દિવસમાં 2 વાર ગ્રીન ટી પણ પીવો.

લીંબુ અને કાળા મર્ચા ડિર્ટાક્સ ડ્રિંક

એક્સ્ટ્રા ચરબી બર્ન કરવામાં અને શરીરથી વિષૈલ પદાર્થોને બહાર નિકાળવા માટે તમે લીંબુ અને કાળા મરીથી બનેલ ડિર્ટાક્સ ર્વાટર પણ પી શકો છો. સાથે જ તેનાથી મેટાર્વાલિજ્મ પણ બૂસ્ટ થાય છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.

સાઇટ્રસ કાકડી ર્વાટર

જમતા પહેલા એક ગ્લાસમાં સાઇટ્રસ કાકડીનુ પાણી પીવો. વિટામીન સી થી ભરપૂર આ ડ્રિંક પાચન ક્રિયાને મજબૂત કરીને ખાવાનુ ડાયજેસ્ટ કરવામાં મદદ કરશે અને વજનને કંટ્રેલમાં રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp